અલકા લાંબા સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
આપના બળવાખોર ધારાસભ્ય અલકા લાંબાએ કોંગ્રેસમાં રહેવાની ઔપચારિકતા પાર્ટીના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર રહેશે
Trending Photos
નવી દિલ્હી : આપના (AAP) બળવાખોર ધારાસભ્ય અલકા લાંબા (Alka Lamba) એ આખરે પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. શુક્રવારે તેમણે ટ્વીટ (Tweet) કરવા માટે જણાવ્યું કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) નું પ્રાથમિક સભ્યપદથી રાજીનામુ આપવાનો સમય આવી ચુક્યો છે. હવે તેમના અંગે હાલમાં જ માહિતી આવી રહી છે કે, શુક્રવારે સાંજે 6 વાગ્યાની આસપાસ કોંગ્રેસ (Congress) જોઇન કરી શકે છે.
RSSની પુષ્કર બેઠકમાં અખંડ ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા પર થશે મંથન, ભાજપ નેતા રહેશે હાજર
મળતી માહિતી અનુસાર અલકા લાંબા (Alka lamba) ના કોંગ્રેસ (Congress) માં જોડાવાની ઔપચારિકઓ પાર્ટીના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર હશે. આશા કરવામાં આવી રહી છે કે, અલકા લાંબા સોનિયા ગાંધી (Sonia Gandhi) ની હાજરીમાં જ કોંગ્રેસ જોઇન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાએ પોતાનાં ટ્વીટર (twitter) હેન્ડલ પર લખ્યું હતું, આપને ગુડબાય કહેવા અને પાર્ટીમાં પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાનો સમય આવી ચુક્યો છે. છેલ્લા 6 મહિનાની યાત્રા મારા માટે ખુબ જ શીખવાનો અનુભવ રહ્યો છે. તમારો તમામનો આભાર.
કાર્યકર્તાઓ સામે રડી પડ્યો આઝમપુત્ર, જો કે ફરી પાછી ધમકી પણ ઉચ્ચારી
અહીં તમને જણાવીએ કે લાંબા છેલ્લા ઘણા મહિનાઓથી આપ પાર્ટીની સાથે અલગ અલગ મુદ્દાઓ પર ટકરાતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સંપન્ન લોકસભા ચૂંટણીમાં પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ લાંબાએ કડક ટીકા કરી હતી.
ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
સોનિયા ગાંધી સાથે કરી હતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (3 જુન) ના રોજ તેમણે વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત બાદ જ તેમના કોંગ્રેસ જવાની અટકળો તેજ થઇ ચુકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચુક્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે