'બેટી બચાવો, બેટી પઢાવો': અમદાવાદ જિલ્લાને મળ્યો સર્વશ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમાં અમદાવાદ જિલ્લાને શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેને આ વિશેષ એવોર્ડ એનાયત કરાયો હતો
 

'બેટી બચાવો, બેટી પઢાવો': અમદાવાદ જિલ્લાને મળ્યો સર્વશ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

ગૌરવ પટેલ/અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ચલવાઈ રહેલા 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાને 'શ્રેષ્ઠ અવેરનેસ જનરેશન' અને 'આઉટરીચ એક્ટિવિટીઝ'ના ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પસંદ કરાયો છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં ડો. વિક્રાંત પાંડેને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ એવોર્ડ એનાયત કર્યો હતો.  

અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી અસરકારક કામગીરી કરાઈ હતી. વર્ષ 2017-18માં જિલ્લામાં છોકરા-છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં આશરે 894 હતું, જે વધીને 907 થયું છે અને ગ્રામ્ય કક્ષાએ 906 હતું, જે 944 થયું છે. અમદાવાદ જીલ્લામાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અંતર્ગત વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ, સંમેલન તથા સેન્સેટાઇઝેશન વર્કશોપનું આયોજન કરાયું હતું. 

જિલ્લામાં ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત 385 ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ લાવવામાં આવી હતી. જીલ્લાના 463 ગામમાં કન્યા કેળવણી માટે રેલી કઢાઈ હતી. શહેરી વિસ્તારમાં 'બેટી બચાવો, બેટી બઢાઓ' અભિયાનને વેગવંતુ બનાવવા માટે 48 BRTS સ્ટેન્ડ પર 400 સાઈનબોર્ડ, 600થી વધુ બેનર્સ લગાવાયા હતા.
 
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનના નોડલ અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડ, મહિલા અને બાળ કલ્યાણની ટીમ પણ હાજર રહી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news