Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા
Gujarat Weather Forecast: દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતા(IMD) એ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. આગામી કેટલાક દિવસ સુધી દેશમાં હવામાન સારું રહેવાનું છે. IMD ના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે.
Trending Photos
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતા(IMD) એ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. આગામી કેટલાક દિવસ સુધી દેશમાં હવામાન સારું રહેવાનું છે. IMD ના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરેલું છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પૂર્વ ભારતમાં ખુબ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. રાજસ્થાનના અનેક શહેરોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં પણ વરસાદ પડશે. અસમ, અરુણાચાલ પ્રદેશ, અને મેઘાલયમાં પણ ખુબ વરસાદ પડે તેવી વકી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે.
ગુજરાત માટે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો અલર્ટ છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. આજે 4 જિલ્લાઓમાં વરસાદનું યલો અલર્ટ પર છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો અલર્ટ છે.
ઓડિશામાં પણ પડશે વરસાદ
હવામાન ખાતાએ કહ્યું કે બંગાળની ખાડી ઉપર ઓછા દબાણવાળી સિસ્ટમ બની છે અને તેના પ્રભાવથી આગામી ચાર દિવસ સુધી ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આઈએમડીએ જણાવ્યું કે આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક સ્થળો પર વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે ક્યોંઝર, મયૂરભંજ, બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા, જગતસિંહપુર, અને પુરી જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત જાજપુર, કટક, ખુર્દા, ગંજમ, ઢેંકનાલ, અંગુલ, દેવગઢ, સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, સોનપુર, બૌધ, કંધમાલ અને કાલાહાંડી જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરેલું છે.
દેશના આ વિસ્તારોમાં પણ પડી શકે છે વરસાદ
20થી 23 સપ્ટેમ્બર દરમિયાન ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, અને સિક્કિમમાં હળવાથી ભારે વરસાદની સાથે સાથે અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 22થી 23 સપ્ટેમ્બર વચ્ચે ગંગીય પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદ પડશે. ઓડિશામાં પણ 19-21 સપ્ટેમ્બર દરમિયાન આ પ્રકારનું હવામાન રહેશે. ઓડિશામાં 20-21 સપ્ટેમ્બરે અને બિહારમાં 23 સપ્ટેમ્બરે ભીષણ વરસાદની વકી છે.
પૂર્વોત્તર ભારત
19-23 સપ્ટેમ્બર દરમિયાન અસમ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરામાં તથા 20-23 સપ્ટેમ્બર દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે. 20-21 સપ્ટેમ્બર દરમિયાન નાગાલેન્ડ અને મણિપુરમાં વરસાદ પડશે. 20-22 સપ્ટેમ્બર વચ્ચે અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં વરસાદ પડશે.
મધ્ય ભારત
20-23 સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. 19-22 સપ્ટેમ્બર વચ્ચે વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વરસાદ પડશે.
દક્ષિણ ભારત
આંધ્ર પ્રદેશમાં 20 સપ્ટેમ્બરના રોજ હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે