અમેરિકાએ પણ કૃષિ સુધારણા તરફ લીધેલા પગલાઓને સ્વીકાર્યા: ભારત સરકાર
ધ્યાનમાં રહે કે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જેમાં દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધે.
Trending Photos
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ (Anurag Srivastava) એ કહ્યુ કે, અમે કૃષિ કાયદા પર અમેરિકી વિદેશ મંત્રાલયના ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં એવી ટિપ્પણી કરવી મહત્વપૂર્ણ છે, જેમાં કૃષિ કાયદા બન્યા છે, તે સંપૂર્ણતામાં છે. અમેરિકી વિદેશ વિભાગે ભારત દ્વારા કૃષિ સુધારાની દિશામાં ઉઠાવેલા પગલાનો સ્વીકાર કર્યો છે. કિસાનોના કોઈપણ સમુદાયના વિરોધને પણ ભારતના લોકતાંત્રિક સ્વભાગ, વિનમ્રતા અને સરકાર તથા કિસાન સમૂહોના પ્રયાસોનો સંદર્ભમાં જોવો જોઈએ.
ધ્યાનમાં રહે કે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જેમાં દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધે. તે સ્વીકાર કરતા કે કૃષિ કાયદા (Farm Laws) પર શાંતિપૂર્ણ વિરોધ એક સંપન્ન લોકતંત્રનો નજારો છે, અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જે ભારતના બજારોની દક્ષતામાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રને વધુ રોકાણ માટે આકર્ષિત કરશે. નવી બાઈડેન (Joe Biden) સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે ભારત સરકારના પગલાનું સમર્થન કરે છે, જે કિસાનો માટે ખાનગી રોકાણ અને વધુ બજાર સુધી પહોંચવાને આકર્ષિત કરે છે.
The temporary measures with regards to internet access in certain parts of the Delhi-NCR region were therefore understandably undertaken to prevent further violence: Anurag Srivastava, MEA Spokesperson https://t.co/caoMywB55i
— ANI (@ANI) February 4, 2021
ભારત અને અમેરિકામાં સમાન ભાવનાઓ અને પ્રતિક્રિયાને જન્મ આપ્યો
અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, ભારત અને અમેરિકાના સંયુક્ત મૂલ્યોની સાથે બન્ને જીવંત લોકતંત્ર છે. 26 જાન્યુઆરીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર હિંસાની ઘટનાઓએ ભારતમાં સમાન ભાવનાઓ અને પ્રતિક્રિયાઓને જન્મ આપ્યો, જેમ 6 જાન્યુઆરીના અમેરિકાના કેપિટલ હિલની ઘટના હતી અને સ્થાનીક કાયદા અનુસરા તેના પર નિયંત્રણ કરવામાં આવ્યું. દિલ્હી-એનસીઆર ક્ષેત્રના કેટલાક ભાગમાં ઈન્ટરનેટના ઉપયોગના સંબંધમાં અસ્થાયી ઉપાય તે માટે કરવામાં આવ્યો છે જેથી આગળની હિંસા રોકી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે