રાયબરેલીએ માત્ર પરિવારવાદ જોયો, વિકાસ જોયો જ નથી: શાહ

કોંગ્રેસે હિન્દુ આતંકવાદનાં મુદ્દે કુપ્રચાર કરીને વોટબેંકની રાજનીતિ કરી પરંતુ હવે માફી માંગવા મુદ્દે મગનું નામ મરી નથી પાડી રહ્યું

રાયબરેલીએ માત્ર પરિવારવાદ જોયો, વિકાસ જોયો જ નથી: શાહ

રાયબરેલી : કોંગ્રેસનો ગઢ કહેવાતા રાયબરેલીમાં અમિત શાહે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, અત્યાર સુધી આ જિલ્લાએ માત્ર પરિવારવાદ જ જોયો છે, જો કે વિકાસ હજી સુધી નથી જોયો.  ભગવા આતંકવાદ જેવા કોંગ્રેસનાં નિવેદન પર હૂમલો કરતા શાહે કહ્યું કે, મક્કા મસ્જિદ મુદ્દે તમે જે કાવત્રા રચ્યા તે નિષ્ફળ થયા છે. હવે તમારે લોકોની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વોટબેંક મજબૂત કરવા માટે હિન્દૂ સંસ્કૃતીને બદનામ કરવાનું કામ કર્યું છે. 

જનતાને સવાલનાં અંદાજમા શાહે કહ્યું કે, કોંગ્રેસને હિન્દૂ આતંકવાદનું અસત્ય ફેલાવવા માટે માફી માંગવી જોઇએ કે નહી ? સમગ્ર સભામાં હાનો નાદ ગુંજી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, 4 દિવસ થઇ ગયા છે પરંતુ વોટબેંકની રાજનીતિનાં કારણે તેઓ માફી નથી માંગી રહ્યા. શાહે કહ્યું કે, સોનિયા ગાંધીનાં સંસદીય ક્ષેત્રમાં શાહે કહ્યું કે, અમે રાયબરેલીને પરિવારવાદથી મુક્ત કરાવશે, આ અભિયાન આજથી જ અમે ચાલુ કરવાનાં છીએ. તેમણે કહ્યું કે, યૂપીમાં કોંગ્રેસ સતત દશકો સુધી શાસન રહ્યું અને પછી એસપી અને બીએસપીએ રાજ કર્યું, જો કે દેશનાં અગ્રણી રાજ્યોમાંથી એક પ્રદેશ સતત પછાત થતો ગયો. શાહે કહ્યું કે, રાયબરેલી સહિત યુપીએ તમામ ગામ એવા હતા, જે અંધારામાં જીવતા હતા, જો કે 2014માં વડાપ્રધાન મોદીએ સરકાર આવ્યા બાદ તમામને વિજળી આપવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ 2017માં પ્રદેશની મહાન જનતાએ એક અને જવાબદારી અમને આપી અને પોતાની સેવા માટેની તક આપી હતી. 

પ્રદેશની યોગી સરકારની પીઠ થપથપાવતા શાહે કહ્યું કે, પહેલા યુપી સમગ્ર દેશમાં ગુંડાઇ અને ખરાબ કાયદો વ્યવસ્થા માટે ઓળખાતો હતો. જો કે યોગી સરકાર બનવાની સાથે ગુનાખોરો અને ગુંડાઓ પલાયન કરી ગયા. તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી યુપીનો ખેડૂત પોતાનાંઘઉ, ઘાન અને શેરડી લઇને ફરતા હતા, ભજાપ સરકાર બનતાની સાથે જ આ સમસ્યા હલ કરવામાં આવી. યુપી સરકારે ખેડૂતો સાથે તેમનું લઘુત્તમ સમર્થન મુલ્ય પર લેવાનું ચાલુ કર્યા. 

યોગી બોલ્યા જુલાઇથી ચાલુ થશે એમ્સની ઓપીડી
અમિત શાહ સાથે પહેલા સુબેનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લામાં બનેલા એમ્સમાં જુલાઇ સાથે ઓપીડી ચાલુ કરાવવાનું વચન આપ્યું. તેમણે કહ્યું કે, ટુંકમાં જ અમે રેલી કોચ ફેક્ટ્રી પણ ચાલુ કરાવીશું.  યોગીએ કહ્યું કે, અમે અત્યાર સુધી જ પણ ઉણપ ક્યાંયથી પણ રહી હશે, તેને અમે પુરૂ કરીશું. દિનેશ પ્રપાત સિંહ અને અમારા તમામ ધારાસભ્યો અને એમએલસી મળીને રાયબરેલીને પછાડીશું નહી. વિકાસનાં રસ્તે રાયબરેલી પછાત નહી રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news