અયોધ્યામાં હવે બનશે ગગનચુંબી રામ મંદિર: અમિત શાહ

દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે આજે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે  કહ્યું કે કોંગ્રેસના કારણે જ અયોધ્યા વિવાદ વર્ષોથી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી જ નહતી. 

અયોધ્યામાં હવે બનશે ગગનચુંબી રામ મંદિર: અમિત શાહ

રાંચી/લાતેહર: દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમિત શાહે આજે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે  કહ્યું કે કોંગ્રેસના કારણે જ અયોધ્યા વિવાદ વર્ષોથી લટકી રહ્યો. કોંગ્રેસ કોર્ટમાં કેસ ચાલવા દેતી જ નહતી. 

ઝારખંડના લાતેહરમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધન કરતા શાહે કહ્યું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. પરંતુ આ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા દેતી જ નહતી. દેશની સર્વોચ્ચ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા સર્વસંમતિથી નિર્ણય કર્યો છે કે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો હતો, ત્યાં  ભવ્ય મંદિર બને. 

રામની કૃપાથી રસ્તો ખુલ્યો
ગૃહમંત્રીએ કહ્યું કે આટલા વર્ષોથી આ નિર્ણય લેવાઈ રહ્યો નહતો, અમે પણ ઈચ્છતા હતાં કે બંધારણીય રીતે આ વિવાદનો ઉકેલ આવે અને જુઓ શ્રી રામની કૃપાથી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો અને તેમના નિર્ણયથી જ તે સ્થાન પર ભવ્ય રામ મંદિર બનવાનો રસ્તો ખુલી ગયો છે. 

જુઓ LIVE TV

70 વર્ષથી લટકતો હતો વિવાદ
શાહે પોતાના ભાષણમાં કહ્યું કે ફરીથી પૂર્ણ બહુમતની સરકાર બનાવ્યા  બાદ પહેલા જ સત્રની અંદર કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવવાનું કામ નરેન્દ્ર મોદીજીની સરકારે કર્યુ છે. કાશ્મીર સમસ્યાને કોંગ્રેસ પાર્ટી પોતાની વોટબેંકની લાલચમાં 70 વર્ષથી લટકાયે રાખતી હતી. મોદીજીએ ભારતમાતાના મુકુટમણી પર લાગેલા 370ના કલંકને હટાવીને આજે કાશ્મીરના વિકાસના રસ્તા ખોલી નાખ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news