દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાના નિવેદનથી દિલ્હીની પ્રજામાં ભય: અમિત શાહ
ગલવાન ખીણમાં ભારતીય સેનાના જવાનોની શહીદી બાદ પ્રથમ વખત અને કોરોના સંક્ટ સમયે ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદનથી દિલ્હીની પ્રજામાં ભય છે.
Trending Photos
નવી દિલ્હી: ગલવાન ખીણમાં ભારતીય સેનાના જવાનોની શહીદી બાદ પ્રથમ વખત અને કોરોના સંક્ટ સમયે ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદનથી દિલ્હીની પ્રજામાં ભય છે.
દિલ્હીની સરખામણી વુહાનથી કરવા પર અમિત શાહે કહ્યું કે, જૂનના બીજા સપ્તાહમાં દિલ્હીના ડેપ્યુટી સીએમનું નિવેદન આવ્યું કે જૂલાઇ સુધી 5.5 લાખ સુધી સંક્રમિત થઈ જશે. જેનાથી દિલ્હીની જનતામાં ભય ફેલાઇ ગયો છે અને સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે, આ ઉપરાંત અન્ય એક નિવદેન આવ્યું કે દિલ્હીથી બહારના લોકોની અહીં સારવાર કરવામાં આવશે નહીં. હું પણ દિલ્હીની બહારનો છું, હું ક્યાં જઈશ. તે નિર્ણયને કેન્દ્ર સરકારે બદલ્યો, મેં 14 તારીખના એક મીટિંગ બોલાવી અને તમામ નિર્ણય કોઓર્ડિનેશનની મીટિંગમાં અમે નક્કી કર્યા.
તેમણે વધુમાં કહ્યું કે, મેં મીટિંગ બોલાવી તેમાં દિલ્હીના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, સ્વાસ્થ્ય મંત્રી અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી સહિત તમામ લોકો હતા. તેમાં અમે ઘણા બધા નિર્ણયો લીધા અને 31 જુલાઇ સુધીમાં કહી શકુ છું કે, 5.5 લાખ સંક્રમિત લોકોની સંખ્યા નહીં થાય.
આ પણ વાંચો:- Corona: દેશમાં કોરોનાના આંકડા ડરામણા, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 19,906 કેસ નોંધાયા
અમિત શાહે જણાવ્યું કે, અત્યારે દિલ્હીમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનની સ્થિતિ નથી. ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. પહેલા આઇસોલેશન બેડની કિંમત 24-25 હજાર હતી જે હવે 8-10 હજાર કરવામાં આવી છે. વેન્ટિલેટર વગરના ICUનો પહેલા રેટ 34-43 હજાર હતો હવે 13-15 હજાર થઈ ગયો છે. વેન્ટિલેટરની સાથે ICUનો રેટ 44-54 હજાર હતો હવે 15-18 હજાર કરવામાં આવ્યો છે. તેમાં રહેવા, ટેસ્ટ અને દવાઓનો ખર્ચ સામેલ છે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં 350થી વધારે કોરોના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા નથી. અમે નક્કી કર્યું કે, 2 દિવસની અંદર મૃતદેહોના અંતિમ સંસ્કાર તેમના ધર્મ અનુસાર કરવામાં આવશે. હવે કોઇપણ મૃતદેહ અંતિમ સંસ્કાર વગર નહીં રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે