UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી (Free Bijli) મળવાનું શરૂ થઇ જશે. 

UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

લખનઉ: યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) ને લઇને આમ આદમી પાર્ટીને મોટી જાહેરાત કરી છે. આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી (Free Bijli) મળવાનું શરૂ થઇ જશે. 

'વિજળીના જૂના બિલ માફ થશે'
લખનઉમાં પત્રકાર પરિષદ કરતાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia)એ એ પણ જાહેરાત કરી કે તમામ ખેડૂતોને કૃષિ કાર્યો માટે મફત વિજળી (Free Bijli) આપવામાં આવશે. સાથે જ લોકોના જૂના બાકી લેણાને માફ કરવામાં આવશે.  મનીષ સિસોદિયાએ કહ્યું કે આ અમે દિલ્હીમાં કરીને જોયું છે, હવે ઉત્તર પ્રદેશનો વારો છે. 

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની જનતા આ જોઇને આશ્વર્યમાં છે કે દિલ્હીના લોકોને મફતમાં વિજળી (Free Bijli) કેવી રીતે મળે છે. હવે એ પણ દિલ્હીની માફક યૂપીમાં ફ્રી વિજળી ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીને લોકો પાસેથી પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. આ બધુ અરવિંદ કેજરીવાલના ગુડ ગવનેંસનું પરિણામ છે. 

'ખેડૂતને પણ મળશે ફ્રી વિજળી'
સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું 'કેજરીવાલજીનું માનવું છે કે 21મી સદીના ભારતમાં વિજળી લક્સરી નહી મૂળ અધિકારની વસ્તુ છે. પાયાગત જીંદગી માટે વિજળી આપવા માટે સરકારની મૂળ જવાબદારી છે. તમામ ખેડૂતો માટે વિજળી એકદમ મફત આપવામાં આવશે. વિજળીના કેસ અને બિલ માફ થશે. 

તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથની અને કરનીમાં કોઇ અંતર નથી. દિલ્હીમાં વિજળીનું ઉત્પાદન થતું નથી. તેમછતાં ખરીદી કરીને લોકોને ફ્રીમાં વિજળી આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં તો વિજળીનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ અહીં ખોટી નીતિઓના લીધે લોકોને મોંઘી વિજળી આપવામાં આવે છે. તેના લીધે તમામ લોકો દર વર્ષે આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. 

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) એ પાર્ટીના યૂપીના પ્રભારી સંજય સિંહની સાથે મળીને આગામી યૂપી એસેંબલી ચૂંટણી માટે 100 ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી. યૂપીમાં ચૂંટણી જીતતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે, તેના પર સિસોદિયાએ કહ્યું કે સમય આવતાં પાર્ટી નક્કી કરી દેશે. 

AAP ના યૂપી પ્રભારી સંજય સિંહે કહ્યું કે આમ આદમી પાર્ટીને આખા ઉત્તર પ્રદેશમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. પાર્ટી દિલ્હી સરકારના વિકાસ મોડલને લઇને જનતાની સામે આવશે. આ વાતનો પુરો વિશ્વાસ છે જનતા અમારી સાથે આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news