Captain in Indian Army: ભારતીય સેનામાં કેપ્ટન બનનાર પ્રથમ મંત્રી બન્યા અનુરાગ ઠાકુર

ભારતીય સેનામાં કેન્દ્ર સરકારના મંત્રીને કેપ્ટનની માનદ ઉપાધિ આપવામાં આવી છે.   

Updated By: Mar 10, 2021, 06:52 PM IST
Captain in Indian Army: ભારતીય સેનામાં કેપ્ટન બનનાર પ્રથમ મંત્રી બન્યા અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભારતીય સેનામાં કેન્દ્ર સરકારના મંત્રીને કેપ્ટનની માનદ ઉપાધિ આપવામાં આવી છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) સેવારત (વર્તમાન સરકારમાં ભાજપ સાંસદ) અને નિયમિત કમીશન અધિકારીના રૂપમાં પ્રાદેશિક સેવામાં કેપ્ટન બનનાર પ્રથમ મંત્રી બની ગયા છે. તેમને જુલાઈ 2016માં લેફ્ટિનેન્ટના રૂપમાં પ્રાદેશિક સેનામાં કમીશન આપવામાં આવ્યું હતું. 

ઉપાધિ મળ્યા બાદ અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યુ કે, થોડા સમય પહેલા સંપન્ન થયેલા પ્રાદેશિક સેના પિપિંગ સમારોહ બાદ હું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે વાત કર્યા બાદ તેમને મળવા માટે પહોંચ્યો.

દેશની સેવા માટે માનદ ઉપાધિથી સન્માનિત કરે છે સેના
આ પહેલા ભારતીય સેના દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સચિન તેંડુલકર અને એમએસ ધોનીને માનદ ઉપાધિ આપવામાં આવી હતી. દેશને આપવામાં આવેલી સેવા માટે માસ્ટર બ્લાસ્ટરના નામથી જાણીતા સચિન તેંડુલકરને ભારતીય વાયુસેનાએ 2010માં ગ્રુપ કેપ્ટનની માનદ ઉપાધિ આપી હતી. તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પેરાશૂટ રેજિમેન્ટ (106 પેરા ટીએ બટાલિયન) ની પ્રાદેશિક સેના એકમમાં લેફ્ટિનેન્ટ કર્નલના માનદ રેન્કથી નવાજવામાં આવ્યા હતા. આ એક એવું સન્માન છે, જેને 2011માં સેના દ્વારા આપવામાં આવ્યું હતું. ધોનીને આ સન્માન અભિનવ બિંદ્રા અને દીપક રાવની સાથે આપવામાં આવ્યું હતું, જે યુદ્ધનો સામનો કરવાના મુખ્ય નિષ્ણાંત હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube