દિલ્હી: LGની મંજૂરી લીધા વગર CM કેજરીવાલે લઈ લીધો મોટો નિર્ણય, ટ્વિટ કરીને માહિતી આપી

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે કે તેઓ રાશન ઉપભોક્તાઓને રાશનની હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા કરે. 

દિલ્હી: LGની મંજૂરી લીધા વગર CM કેજરીવાલે લઈ લીધો મોટો નિર્ણય, ટ્વિટ કરીને માહિતી આપી

નવી દિલ્હી: દિલ્હી સરકારના અધિકારીઓને લઈને સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવ્યાં બાદ કેજરીવાલ સરકારે રાશનની હોમ ડિલિવરી શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ યોજના શરૂ કરવા માટે ઉપરાજ્યપાલની મંજૂરી જો કે લેવામાં આવી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે કે તેઓ રાશન ઉપભોક્તાઓને રાશનની હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા કરે. આ બાજુ વિભાગના અધિકારીઓને પણ નિર્દેશ આપ્યા છે કે તેઓ આ યોજનાની પ્રગતિ અંગે તેમને રોજ રિપોર્ટ કરે. આ મુદ્દે તેમણે ટ્વિટ દ્વારા દિલ્હીવાસીઓને આ અંગે જાણકારી આપી. 

ઉપરાજ્યપાલે આપત્તિ વ્યક્ત કરી હતી
આ યોજનાને લઈને ઉપરાજ્યપાલે અગાઉ આપત્તિ વ્યક્ત કરી હતી. 6 માર્ચના રોજ કેબિનેટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ પણ આ યોજનાની ફાઈલ રાજનિવાસમાં પડી છે. આ યોજના માટે ઉપરાજ્યપાલે હજુ સુધી સ્વિકૃતિ આપી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલની મંજૂરી વગર જ યોજનાને શરૂ કરવાના નિર્દેશ આપી દીધા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ યોજનાને લઈને ફરીથી વિવાદની સ્થિતિ બની શકે છે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) July 6, 2018

કાળા બજારીઓ પર લગામ કસવા માટે શરૂ કરાઈ હતી યોજના
દિલ્હી સરકાર તરફથી રાશનની હોમ ડિલિવરીની યોજના શરૂ કરવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે જે લોકોને રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમના સુધી પહોંચી શકતું નથી. વચેટિયાઓ જ રાશન પર હાથ સાફ કરી લે છે. આવામાં સરકારે લોકોને ઘર સુધી રાશન પહોંચાડવાની યોજના બનાવી હતી. દિલ્હીના રાશનનો લાભ લેતા ગ્રાહકોને સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ)ના માધ્યમથી રાશનની હોમ ડિલિવરી કરવાની દિલ્હી સરકારની યોજનાને પહેલીવાર માર્ચ મહિનામાં કેબિનેટમાંથી લીલી ઝંડી મળી હતી. તે વખતે જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીવાસીઓ માટે રાશન મેળવવા માટે આધાર કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. દિલ્હીના અનેક વિસ્તારોમાંથી ફરિયાદો આવી હતી કે આધાર કાર્ડ ન હોવાના કારણે રાશન મળતું નથી. ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. 

શું છે આ યોજના?
દિલ્હી સરકાર તરફથી જ્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે કહેવાયું હતું કે સમાન્ય લોકોનું રેશનિંગનું અનાજ વચેટિયાઓ ચોરી લે છે. એવામાં સરકાર એક એવી યોજના લાવી રહી છે જે અંતર્ગત ઘઉં, લોટ, ચોખા પેકેટમાં મળશે. જેનાથી ભેળસેળની કોઈ શક્યતા રહે નહીં. રાશનની ડિલિવરી કરનારા, ગ્રાહકોના ઘરે સમય નક્કી કરીને રેશનિંગનું અનાજ પહોંચાડશે. પરંતુ આ યોજના પર ઉપરાજ્યપાલે અનેક તકનીકી પહેલુઓ પર સવાલ ઉઠાવ્યા હતાં અને રોક લગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news