વિદાય સંદેશમાં બોલ્યા જનરલ બિપિન રાવત, 'જવાનોના સહયોગથી મળે છે સફળતા'

દેશના પહેલા સીડીએસ બનવા પર અને પડકારોના સવાલ પર આર્મી ચીફે (Army Chief) કહ્યું કે આ ફક્ત એક હોદ્દો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પદ ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોની સફળતા હોઈ શકે નહીં. જનરલ રાવત જો આર્મી ચીફ બને છે તો તેને તમામ વિભાગોનો પૂરેપૂરો સહયોગ મળ્યો.

વિદાય સંદેશમાં બોલ્યા જનરલ બિપિન રાવત, 'જવાનોના સહયોગથી મળે છે સફળતા'

નવી દિલ્હી: દેશના પહેલા સીડીએસ (CDS)  જનરલ બિપિન રાવતે (Bipin Rawat) આર્મી ચીફ તરીકે આજે નિવૃત્ત થવાના અવસરે પોતાના વિદાય સંદેશમાં ત્રણ વર્ષના કાર્યકાળ અને નવા પડકારો અંગે જણાવ્યું. જનરલ રાવતે સીડીએસના પદને માત્ર એક હોદ્દો ગણાવતા કહ્યું કે સફળતા પાછળ જવાનો અને અધિકારીઓનો સહયોગ હોય છે. વિદાય સંદેશમાં જનરલ રાવતે તમામ સૈન્યકર્મીઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો. 

પહેલા CDS બનવા બદલ બોલ્યા, 'આ હોદ્દો છે'
દેશના પહેલા સીડીએસ બનવા પર અને પડકારોના સવાલ પર આર્મી ચીફે (Army Chief) કહ્યું કે આ ફક્ત એક હોદ્દો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પદ ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોની સફળતા હોઈ શકે નહીં. જનરલ રાવત જો આર્મી ચીફ બને છે તો તેને તમામ વિભાગોનો પૂરેપૂરો સહયોગ મળ્યો. બધાએ સાથે મળીને કામ કરવાનું રહેશે તો જ સફળ થઈશું. જે ટીમ વર્કથી સેના કામ કરે છે તેનાથી અમને સફળતા મળે છે. રાવત એકલા કશું નથી. જનરલ રાવતે તમામ જવાનો અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. 1 જાન્યુઆરી 2020ના રોજ બિપિન રાવત દેશના પહેલા સીડીએસનું પદ સંભાળશે. 

— ANI (@ANI) December 31, 2019

વિદાય સંદેશમાં બધાનો આભાર વ્યક્ત કર્યો
વિદાય સંદેશમાં પહેલા જનરલ રાવતને સાઉથ બ્લોક સ્થિત સેના મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તેમણે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારોને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. જનરલ રાવતે આર્મી ચીફ તરીકે તમામ વિભાગોની મુલાકાત કરી અને તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો. મીડિયા સામે નિવેદન આપતા તેઓ થોડા ભાવુક જોવા મળ્યાં. રાવતે દેશની ઉત્તર, પશ્ચિમ, પૂર્વ સરહદો પર મુશ્કેલ હાલતોમાં ડટેલા જવાનોની હિંમતની પ્રશંસા કરી. 

ઠંડીમાં પણ ડ્યૂટી નિભાવતા જવાનોને કર્યા યાદ
જનરલ રાવતે મીડિયાને કહ્યું કે તમારા દ્વારા હું મારા તમામ જવાનો અને સૈન્યકર્મીઓનો આભાર માનવા માંગુ છું. બધા વીર માતાઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ મોરચે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ડટી રહેલા સેનાના જવાનોને અભિનંદન પાઠવવા માંગુ છું. ઠંડીમાં તૈનાત મારા જવાનનો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું. 

2016માં સંભાળી હતી આર્મી ચીફની કમાન
જનરલ બિપિન રાવતે 2016માં આર્મી ચીફનો પદભાર સંભાળ્યો હતો. જનરલ રાવતે પોતાના લાંબા કેરિયરમાં અનેક મહત્વપૂર્ણ મોરચાનું પ્રતિનિધિત્વ કર્યું અને એવોર્ડથી નવાજવામાં આવ્યાં. મૂળ ઉત્તરાખંડના  પૌરી ગઢવાલના તેઓ રહીશ છે અને દેશના પહેલા સીડીએસ પણ. 

જુઓ LIVE TV

નવા આર્મી ચીફને પાઠવી શુભેચ્છા
જનરલ રાવતે નવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવનેને શુભેચ્છા પાઠવતા તેમણે ઘણા યોગ્ય અધિકારી ગણાવ્યાં. તેમણે કહ્યું કે મને ભરોસો છે કે તેઓ સેનાને નવી ઊંચાઈ પર લઈ જશે. તેઓ શાનદાર અધિકારી છે અને ઘણા યોગ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news