છેડતીના આરોપીને પોલીસે પકડ્યો તો ફિલ્મી સ્ટાઇલથી પોલીસ સ્ટેશનનાં કાચ તોડી નાખ્યા અને પછી...

સોલા વિસ્તારમાં એક યુવતીને છેડતી કરવાનું યુવકને ભારે પડ્યું. અગાઉ પણ આ યુવક સામે યુવતીએ ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ આ યુવક એક તરફી પ્રેમમાં તેને હેરાન પરેશાન કરી ધમકી આપતો હતો. જોકે યુવતીએ કંટાળી ફરી એક વખત આ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે ચોકાવનારી હકીકત એ સામે આવી કે જ્યારે સોલા પોલીસે આરોપી અક્ષય મકવાણાની ધરપકડ કરી ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. 
છેડતીના આરોપીને પોલીસે પકડ્યો તો ફિલ્મી સ્ટાઇલથી પોલીસ સ્ટેશનનાં કાચ તોડી નાખ્યા અને પછી...

ઉદય રંજન/અમદાવાદ : સોલા વિસ્તારમાં એક યુવતીને છેડતી કરવાનું યુવકને ભારે પડ્યું. અગાઉ પણ આ યુવક સામે યુવતીએ ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ આ યુવક એક તરફી પ્રેમમાં તેને હેરાન પરેશાન કરી ધમકી આપતો હતો. જોકે યુવતીએ કંટાળી ફરી એક વખત આ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. જોકે ચોકાવનારી હકીકત એ સામે આવી કે જ્યારે સોલા પોલીસે આરોપી અક્ષય મકવાણાની ધરપકડ કરી ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. 

અક્ષય શરૂઆતમાં તેને યુવતી સાથે માથાકૂટ કરી બાદમાં પોલીસે પકડયો ત્યારે પોલીસ સાથે પણ પીધેલી હાલતમાં માથાકૂટ કરી અને પોલીસ સ્ટેશનમાં કાચની કેબિનમાં માથા પછાડ્યા હતા.  તાત્કાલિક આ યુવકને પકડી પોલીસે લોકઅપમાં નાખી દીધો હતો. ત્યાર બાદમાં તેની સામે વધુ એક એટલે કે પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે તેની બે કેસમાં પણ ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરોમાં છેડતી, દુષ્કર્મ સહિતના મહિલા અત્યાચારોના ગુનામાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. ગુનેગારોમાં જાણે પોલીસનો કોઇ જ ડર ન રહ્યો હોય તે પ્રકારે તેઓ વર્તન કરે છે. કેટલીક વખત પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા બાદ પણ તેઓ ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા હોય છે. અથવા તો કોઇ કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ પણ તેઓ બીજા આવા પ્રકારના જ કેસમાં સંડોવાતા હોય છે. કોઇ પણ ડર વગર આવા કારસ્તાન આચરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news