જો ભાજપ સરકારનો નિર્ણય ગોટાળો છે, તો કોંગ્રેસે કર્યું તે શું હતું: જેટલી

અરૂણ જેટલીએ કહ્યું કે સરકાર દ્વારા પ્રાઇવેટ સેક્ટરની કંપની IL&FSને રાહત પહોંચાડવાની સંભાવનાઓ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ખોટા સમાચારો ફેલાવવાની શરૂઆત કરી દીધી છે

જો ભાજપ સરકારનો નિર્ણય ગોટાળો છે, તો કોંગ્રેસે કર્યું તે શું હતું: જેટલી

નવી દિલ્હી : ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફાઇનાન્સ કરનારી કંપની આઇએલએન્ડએફએસને બેલ આઉટ પેકેજ આપવાનો મુદ્દો વધી રહ્યો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે રાહુલ ગાંધીના આરોપોને નકારતા કહ્યું કે, જો હાલનાં સમયે કંપનીને કોઇ પ્રકારની રાહત પહોંચાડવી ખોટું હોય તો કોંગ્રેસનાં જમાનામાં એલઆઇસીએ આઇએલએન્ડ એફએસમાં સતત હિસ્સેદારી ખરીદી તે શું હતું ? 

જેટલીએ કહ્યું કે, સરકાર દ્વારા પ્રાઇવેટ સેક્ટરની કંપની આઇએલએન્ડએફએસને રાહત આપવાની સંભાવના વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ખોટા સમાચારો ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે કોઇ પણ આર્થિક સંસ્થાનમાં રોકાણ એક ગોટાળો છે. તો શું 1987માં ગોટાળો થયો હતો. જ્યારે આઇએલએન્ડએફએસને 50.5 ટકા હિસ્સેદારી સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રમોટ કર્યું હતું અને યૂટીઆઇની તેમાં 30.5 ટકાની હિસ્સેદારી હતી. શું 2005માં ગોટાળો થયો હતો જ્યારે એલઆઇસીએ આઇએલએન્ડ એફએશમાં 15 ટકા હિસ્સેદારી ખરીદી અને 2006માં તેણે 11.10 ટકા હિસ્સેદારી પ્રાપ્ત કરી. 

રાહુલ ગાંધીના આરોપોને ફગાવ્યા
જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધીની વાતો અનુસાર શું હું આ તમામ રોકાણને ગોટાળો કહી શકું છું. તેમણે સવાલ ર્યો કે રાહુલ ગાંધીને તે ક્યાંથી ખબર પડી કે એલઆઇસી અને એસબીઆઇ આઇએલએન્ડએફએસમાં 91000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનાં છે ?

તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં નેતા જ છે, તેઓ આઇએલએન્ડએફએશને બેલઆઉટ કરવા માટે પત્ર લખતા રહે છે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ કોંગ્રેસી નેતા કેવી થોમસે મને 20 સપ્ટેમ્બરના રોજ પત્ર લખીને એવી અપીલ કરી હતી. રાહુલ ગાંધીને જોઇએ કે તેઓ કેવી થોમસ પાસેથી ઘણુ શીખે.કોંગ્રેસે યાદ રાખવું જોઇએ કે ક્રોની કેપ્ટલિજ્મનાં દિવસ ખતમ થઇ ગયા છે. 

અગાઉ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે IL&FS એક ડુબતી કંપની છે અને સરકાર તેને એલઆઇસીનાં પૈસા લગાવીને બચાવવા માંગે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી એલઆઇસીમાં લાગેલા જનતાનાં પૈસામાંથી 91 હજાર કરોડની દેવાદાર આઇએલએન્ડએફસીને બેલઆઉટ આપી રહ્યા છે. એલઆઇસી દેશનાં ભરોસાનું ચિન્હ છે... એક એક રૂપિયો ભેગો કરીને લોકો એલઆઇસીની પોલીસી ખરીદે છે. તેમનાં પૈસાથી તમે આવા કૌભાંડીઓને બચાવી રહ્યા છો ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news