કેજરીવાલ નહી ઉજવે જન્મદિવસ, પરંતુ લોકો પાસે માંગી આ ગિફ્ટ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ 74મા સ્વતંત્રતા દિવસ (74th Independence Day)ના અવસર પર કહ્યું કે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે. આખા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને હજારની આસપાસ મોત થઇ રહ્યા છે.

કેજરીવાલ નહી ઉજવે જન્મદિવસ, પરંતુ લોકો પાસે માંગી આ ગિફ્ટ

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ 74મા સ્વતંત્રતા દિવસ (74th Independence Day)ના અવસર પર કહ્યું કે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે. આખા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને હજારની આસપાસ મોત થઇ રહ્યા છે. એક સમય હતો જ્યારે દિલ્હીમાં પણ કોરોના ખૂબ વધુ હતો. પરંતુ અમે તેના પર કાબૂ મેળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. જેના લીધે હવે રાજ્યમાં કોરોનાની ગતિ ઘણી હદે કાબૂમાં આવી ગઇ છે.  

પરંતુ હવે કોરોનાને શહેરથી ગામ તરફ પોતાનું વલણ કરી લીધું છે. તેમણે જણાવ્યું કે ગામડામાં આજે પણ સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ છે. જેથી અમે ગામડાઓમાં હોમ આઇસોલેશન શરૂ કરવાની તૈયારી છે. તેમણે કહ્યું કે તેને ત્રણ ભાગમાં લાગૂ કરવામાં આવશે. સૌથી પહેલાં દરેક ગામમાં દિલ્હી સરકાર ઓક્સીમીટરની વ્યવસ્થા કરશે. બીજા તબક્કામાં ત્યાં સિલેંડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાકી દર્દીઓની સ્થિતિ ખરાબ થતાં તેને તાત્કાલિક શહેર મોકલી આપવામાં આવશે. 

તેમણે કહ્યું કે આવતીકાલે મારો જન્મદિવસ છે. પરંતુ આ વખતે હું મારો જન્મદિવસ ઉજવીશ નહી. આ વખતે હું કેક ખવડાવી રહ્યો નથી, પરંતુ મારે ગિફ્ટ જોઇએ. તેમણે કહ્યું કે બર્થડેના દિવસે જે લોકો મારે ઘરે આવે છે તે કૃપિયા આ વખતે ન આવે. આ વખતે હું કેક ખવડાવી રહ્યો નથી. પરંતુ મને ગિફ્ટ જોઇએ. તેમણે કહ્યું કે જે લોકો મને ગિફ્ટ આપવા માંગે છે તે જરૂરિયાતમંદોને ઓક્સીમીટર (Oxymeter) દાન કરી શકે છે. સાથે જ કોઇપણ ગામ અથવા એરિયાની જવાબદારી લઇ શકે છે. કેજરીવાલે કહ્યું કે આ જ મારી સૌથી સારી ગિફ્ટ હશે.  

સીએમએ કહ્યું કે આ સંપૂર્ણપણે પ્રાઇવેટ છે. તેમાં કોઇ સરકારી હસ્તક્ષેપ નહી હોય. અમે ગામ-ગામમાં એક ઓક્સીમીટર કેન્દ્ર બનાવીશું જેથી લોકોને મદદ મળશે. તેમણે જણાવ્યું કે જે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય તે તાત્કાલિક કેન્દ્ર પર સંપર્ક કરી શકે છે. ત્યારબાદ દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ઓક્સીજન પુરો પાડવામાં આવશે. તમામ લોકો વધુમાં વધુ ઓક્સીમીટર ડોનેટ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news