કલમ 35Aની સુપ્રીમમાં સુનાવણી થવાના નામ માત્રથી પાકિસ્તાનના હોશ ઉડી ગયા, જાણો કારણ

પાકિસ્તાને રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ દરજ્જો આપનારી બંધારણની કલમ 35એને હટાવવાની કોઈ પણ કોશિશ જનસંખ્યામાં બદલાવ લાવી શકે છે. આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થશે. ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કલમ 35એની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર જલદી સુનાવણી થઈ શકે છે. 

Updated By: Feb 25, 2019, 10:56 AM IST
કલમ 35Aની સુપ્રીમમાં સુનાવણી થવાના નામ માત્રથી પાકિસ્તાનના હોશ ઉડી ગયા, જાણો કારણ

ઈસ્લામાબાદ: પાકિસ્તાને રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ખાસ દરજ્જો આપનારી બંધારણની કલમ 35એને હટાવવાની કોઈ પણ કોશિશ જનસંખ્યામાં બદલાવ લાવી શકે છે. આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થશે. ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કલમ 35એની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર જલદી સુનાવણી થઈ શકે છે. 

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે તેનો સ્પષ્ટ હેતુ જમ્મુ અને કાશ્મીરમાં જનસંખ્યામાં ફેરફાર કરવાનો છે આથી પાકિસ્તાન આવા કોઈ પણ પ્રસ્તાવની નીંદા કરે છે. વિદેશ કાર્યાલયે કહ્યું કે આ પ્રકારનું કોઈ પણ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા અને સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત પ્રસ્તાવોનો ભંગ હશે. 

જેના પર ખુબ બબાલ થઈ રહી છે તે કલમ 35A, 370 વિશે જાણો, આ ખાસ અધિકારો મળે છે J&Kને

શું છે આર્ટિકલ 35એ
બંધારણની કલમ 35એને 14મી મે 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. બંધારણ સભાથી લઈને કોઈ પણ કાર્યવાહીમાં ક્યારેય કલમ 35એનો બંધારણનો ભાગ બનવાના સંદર્ભમાં કોઈ બંધારણ સંશોધન કે બિલ લાવવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. કલમ 35એને લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ 370 હેઠળ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો. 14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35એ ઉમેરાઈ.

કલમ 35એ દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે. 

બહુ ઓછા લોકોને ખબર છે કે કલમ 35એ, કલમ 370નો જ ભાગ છે. આ  કલમના કારણે કોઈ પણ અન્ય રાજ્યના નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં ન તો સંપત્તિ ખરીદી શકે છે અને ન તો  ત્યાના સ્થાયી નાગરિક બનીને રહી શકે છે. 

(ઈનપુટ-ભાષા)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...