કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત વિરોધી, એટલે જ હું અને ખડગે ન બની શક્યા CM: કર્ણાટકના ડે.સીએમ
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે રવિવારે મોટો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત નેતાઓના ઉદયને રોકવાની કોશિશ કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેમને ત્રણવાર મુખ્યમંત્રીના પદથી વંચિત રાખવામાં આવ્યાં, કારણ કે તેઓ દલિત સમુદાયમાંથી આવે છે.
દાવણગેરેમાં એક કાર્યક્રમમાં બોલતા દલિત નેતા પરમેશ્વરે કહ્યું કે બસવલિંગપ્પા મુખ્યમંત્રી ન બની શક્યા અને કે એચ રંગનાથ સાથે પણ આમ જ બન્યું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારા મોટા ભાઈ મલ્લિકાર્જૂન ખડગે પણ મુખ્યમંત્રી ન બની શક્યાં. હું પોતે ત્રણવાર વંચિત રહી ગયો. અનેક સંકટો બાદ તેમણે મને ડેપ્યુટી સીએમ બનાવ્યો. પરેમેશ્વરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેમને રાજકીય રીતે દબાવવા માંગે છે.
અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં સરકારનું ગઠન થયા બાદ પણ જી પરમેશ્વરે મંત્રીપદની વહેંચણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વર પાસેથી મહત્વના ગણાતા ગૃહ વિભાગનો પ્રભાર પાછો લઈને તેને એમ બી પાટીલને સોંપી દીધો હતો.
કોંગ્રેસની પ્રદેશ શાખાના નેતાઓ માટે વિભાગોની ફાળવણીની પ્રક્રિયા પેચીદી થતી જોઈને અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને પોતાની લીલી ઝંડી આપી દીધી હતી. બેંગ્લુરુ સંબંધિત કાર્યોનો પ્રભાર પરેમેશ્વર પાસે યથાવત રાખતા તેમને કાનૂની અને સંસદીય મામલાઓનો વધારાનો પ્રભાર સોંપી દેવામાં આવ્યો જે આ અગાઉ ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ વિભાગ જોઈ રહેલા કૃષ્ણ બાયરે ગૌડા પાસે હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે