ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં કોરોનાની એન્ટ્રી, રામલલાના સહાયક પુજારી સંક્રમિત

અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhumi Pujan)થી પહેલા કોરોના વાયરસે (Coronavirus) રામ મંદિર (Ram Mandir)માં અન્ટ્રી મારી છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસ કોરોના સંક્રમિત મળ્યા છે. તેઓ રામલલાના સહાયક પુજારી પણ છે. આ ઉપરાંત રામ જન્મભૂમિ પરિસરમાં તૈનાત 4 જવાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં કોરોનાની એન્ટ્રી, રામલલાના સહાયક પુજારી સંક્રમિત

અયોધ્યા: અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન (Bhumi Pujan)થી પહેલા કોરોના વાયરસે (Coronavirus) રામ મંદિર (Ram Mandir)માં અન્ટ્રી મારી છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસ કોરોના સંક્રમિત મળ્યા છે. તેઓ રામલલાના સહાયક પુજારી પણ છે. આ ઉપરાંત રામ જન્મભૂમિ પરિસરમાં તૈનાત 4 જવાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અયોધ્યા ડીએમ અનુજ કુમાર ઝા (Anuj Kumar Jha)એ આ સમગ્ર મામલે કહ્યું કે, સંપૂર્ણ અયોધ્યા જનપદ અને જન્મ ભૂમિ પરિસરમાં સતત ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, 29 જુલાઇના 100 લોકોની એન્ટીજન ટેસ્ટ થયા. તેમાંથી 4 કર્મચારી એક સહાયક પુજારી પોઝિટિવ આવ્યા છે. ડીએમએ કહ્યું કે, કોરોનાના પ્રોટોકોલ ફોલો કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજનને લઇ તૈયારીઓ પૂરી છે અને સંક્રમણને જોતા સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે.

ભૂમિ પૂજનથી પહેલા કોરોનાની વધતી મુશ્કેલી
તમને જણાવી દઇએ કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટના યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. રામ મંદિરના શિલાન્યાસને લઇને અયોધ્યામાં સંપૂર્ણ જોર-શોરથી તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, રામ જન્મભૂમિ પરિસરમાં કોરોના કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ અને તંત્રની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

અયોધ્યામાં 3 ઓગસ્ટથી શરૂ થશે અનુષ્ઠાન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ શ્રેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ માટે 200 મહેમાનોને આમંત્રિત કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તથા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નામ પણ સામેલ છે. ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટના ગણેશ પૂજાની સાથે અનુષ્ઠાન અને પૂજન કાર્યક્રમ શરૂ થશે. 4 ઓગસ્ટના રામોચા થશે અને 5 ઓગસ્ટની સવારે 8 વાગ્યાથી ગર્ભગૃહ પર પૂજન શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news