Bank Holidays In May 2023: ફટાફટ પુરા કરી લેજો બેંકના તમામ જરૂરી કામ, મે મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ

May 2023 Bank Holidays List: તમે RBIની સત્તાવાર વેબસાઇટ પરથી બેંક સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો, અહીં મે 2023ની રજાઓની સૂચિ જણાવવામાં આવી છે.

Bank Holidays In May 2023: ફટાફટ પુરા કરી લેજો બેંકના તમામ જરૂરી કામ, મે મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ

Bank Holidays In May 2023: મે મહિનામાં ઘણી રજાઓ છે. શાળા-કોલેજો બંધ થવા જઈ રહી છે, દરેક વ્યક્તિ ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ તમને જણાવી દઈએ કે મે મહિનામાં બેંકોમાં પણ લાંબી રજાઓ આવવાની છે, તેથી જો તમારે બેંકનું કોઈ કામ પતાવવું હોય તો, તો જલ્દી પતાવી લેજો. કારણ કે રજાઓના કારણે તમારું કામ અટકી શકે છે. મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે.

01 મે : સોમવાર, મહારાષ્ટ્ર દિવસ / મે દિવસ
05 મે : શુક્રવાર, બુદ્ધ પૂર્ણિમા
07 મે : રવિવાર સપ્તાહાંત
09 મે : મંગળવાર, રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ
13 મે : મહિનાનો બીજો શનિવાર
14 મે : રવિવાર વીકએન્ડ
16 મે : મંગળવાર રાજ્ય દિવસ સિક્કિમ
21 મે : રવિવાર સપ્તાહાંત
22 મે : સોમવાર મહારાણા પ્રતાપ જયંતિ
24 મે : બુધવાર ઇસ્લામ જયંતિ (ત્રિપુરા)
27 મે : ચોથો શનિવાર
28 મે : રવિવાર સપ્તાહાંત

મે મહિનામાં બેંકોમાં 12 દિવસની રજા હોવા છતાં, ઓનલાઈન ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે અને એટીએમ પણ કાર્યરત રહેશે. ગ્રાહકો બેંકમાંથી ભૌતિક રીતે રોકડ જમા કરી શકશે નહીં અને ઉપાડી શકશે નહીં, પરંતુ ઇન્ટરનેટ સેવાઓ ચાલુ હોવાથી ગ્રાહકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આરબીઆઈનું કેલેન્ડર

આરબીઆઈએ બેંક રજાઓને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરી છે - રાષ્ટ્રીય રજાઓ અને સરકારી રજાઓ. રાષ્ટ્રીય રજાઓમાં ત્રણ મુખ્ય દિવસોનો સમાવેશ થાય છે: પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને મહાત્મા ગાંધી જયંતિ. બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં આ દિવસોમાં કામકાજ માટે બંધ રહે છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દર મહિને રજાઓને લઈને તેનું કેલેન્ડર જાહેર કરે છે. 

આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news