સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના રત્ન કલાકારોને લઇ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જાણો શું કહ્યું...

એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક રત્ન કલાકારો ફસાયા છે. એમ્બ્રોડરી વર્ક સાથે સંકળાયેલા અને અનેક નાના ઉદ્યોગના વર્કરના ફેમીલી ફસાયા છે

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના રત્ન કલાકારોને લઇ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જાણો શું કહ્યું...

ગૌરવ પટેલ, અમદાવાદ: એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક રત્ન કલાકારો ફસાયા છે. એમ્બ્રોડરી વર્ક સાથે સંકળાયેલા અને અનેક નાના ઉદ્યોગના વર્કરના ફેમીલી ફસાયા છે. સુરતમાં કોરોના અને લોકડાઉનના કારણે કોઇ કામ ચાલતું નથી. ત્યાં નાના નાના મકાનો અને રૂમમાં બહુ બધા લોકો રોકાય છે.

રાજ્ય સરકારને વિનંતી કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે લોકો વતન જવા માંગતા હોય એમના માટે વ્યવસ્થા કરે અને આ લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી વતનમાં ખેતી કરી શકશે. સરકાર પાસે બસની વ્યવસથા છે. આ તમામ બસોને સેનેટાઇઝ કરી વર્કરોના આરોગ્યની ચકાસણી કરી વતન મોકલવામાં આવે. સરકારે ઓનલાઇન પધ્ધતિ શરૂ કરી છે પણ કોઇની અરજી સ્વિકારાતી નથી. સાઇટ ક્રેશ થઇ જાય છે. અરજી કર્યા બાદ પણ પાસ મળતા નથી.

ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાએ કહ્યું કે પરપ્રાંતીય લોકોને તેમના વતન જવા માટે કોંગ્રેસ એક તરફનું ભાડું આપશે. તેમણે કહ્યું કે છેલ્લા ચાલીસ દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે શ્રમિકોની હાલત ખુબ ખરાબ છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી માટે 200 કરોડનું પ્લેન ખરીદી શકે છે, નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ પાછળ 100 કરોડ ખર્ચી શકે છે, પણ વતન જવા ઇચ્છતા લોકોનું ભાડુ ભરી શકતી નથી. અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પોતાની વિચારધારા ને અનુસરી જવાબદાર વિપક્ષ તરીકે પોતાની ફરજ અદા કરી પરપ્રાંતિય લોકોને પોતાના વતન જવા મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news