વસંત પંચમી 2020: આજે આ રંગના કપડાં પહેરીને કરો માતા સરસ્વતીની પૂજા, જાણો શું છે મહત્વ 

વસંત પંચમી (Basant Panchami 2020) નો દિવસ માતા સરસ્વતીનો દિવસ હોય છે. આથી આજના દિવસે માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા થાય છે. માન્યતા છે કે આજના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી માતા સરસ્વતીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં પ્રગતિના બંધ દ્વાર ખુલી જાય છે.

વસંત પંચમી 2020: આજે આ રંગના કપડાં પહેરીને કરો માતા સરસ્વતીની પૂજા, જાણો શું છે મહત્વ 

નવી દિલ્હી: વસંત પંચમી (Basant Panchami 2020) નો દિવસ માતા સરસ્વતીનો દિવસ હોય છે. આથી આજના દિવસે માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા થાય છે. માન્યતા છે કે આજના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી માતા સરસ્વતીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં પ્રગતિના બંધ દ્વાર ખુલી જાય છે. સરસ્વતી માતાને જ્ઞાન, કળા અને સંગીતની દેવી કહેવાય છે. કહેવાય છે કે વસંત ઋતુમાં પ્રકૃતિની જેમ જ શરીરમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો થાય છે. આથી વસંત ઋતુને પ્રેમ, સમર્પણ અને ખુશીઓની ઋતુ કહે છે. માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ, અને જ્ઞાન વધે છે. કારણ કે માતા સરસ્વતી સંગીતની સાથે જ વાણી અને જ્ઞાનની પણ દેવી છે. 

વસંત પંચમીએ માતા સરસ્વતીની પૂજાનું મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયુ છે કે જે પણ લોકોના ભાગ્યમાં શિક્ષણ અને બુદ્ધિનો યોગ નથી અથવા તો જેમના પણ શિક્ષણના માર્ગમાં અડચણો આવે છે તેઓ આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કર તો તમામ પ્રકારની અડચણો દૂર થાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ માતા સરસ્વતીની પૂજા કરતી વખતે કામના કરે છે કે માતા સરસ્વતી તેમને સદબુદ્ધિ આપે અને તેમને અજ્ઞાનતાથી જ્ઞાનત તરફ લઈ જાય. અત્રે જણાવવાનું કે વસંત પંચમીનો પર્વ ફક્ત ભારત નહીં પરંતુ વિદેશોમાં પણ મનાવવામાં આવે છે. ભારતમાં પરંપરા છે કે આજના દિવસે બાળકોના માતા પિતા તેમને પહેલો શબ્દ લખાવીને તેમના શિક્ષણની શરૂઆત કરે છે. 

વસંત પંચમી પર પીળા રંગનું મહત્વ
વસંત પંચમીના દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે. હકીકતમાં વસંત ઋતુમાં સરસવના પાકથી આખી ધરતી પીળી દેખાય છે. જ્યારે સૂર્યના ઉત્તરાયણના પગલે પણ આ દિવસે પીળા રંગનું મહત્વ ખાસ વધી જાય છે. અત્રે જણાવવાનું કે વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડા ઉપરાંત પીળા રંગના ખોરાક અને પતંગ ઉડાવવાનું પણ મહત્વ છે. 

પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન
- વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા કે પછી સફેદ કપડાં પહેરવા જોઈએ.
- ભૂલેચૂકે કાળા કપડાં કે લાલ કપડાં પહેરીને માતા સરસ્વતીની પૂજા ન કરો. 
- વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને કરવી જોઈએ. 
- માન્યતા છે કે માતા સરસ્વતીને શ્વેત ચંદન અને પીળા ફૂલ ખુબ પસંદ છે અને આથી તેમની પૂજા સમયે તેમનો જ ઉપયોગ  કરો.
- પૂજા દરમિયાન પ્રસાદમાં દહી, લાવા, મીઠી ખીર અર્પણ કરવી જોઈએ. 
- પૂજા દરમિયાન માતા સરસ્વતીના મૂળ મંત્ર "ॐ ऐं सरस्वत्यै नमः"નો જાપ કરો.

જુઓ LIVE TV

પૂજા દરમિયાન કરો આ મંત્રનો જાપ
આ દિવસે વિશેષ રીતે લોકોએ પોતાના ઘરમાં સરસ્વતી યંત્ર સ્થાપવું જોઈએ. અને માતા સરસ્વતીના આ વિશેષ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આ મંત્ર છે-  ‘ऊँ ऐं महासरस्वत्यै नमः’. હોળીનો આરંભ  પણ વસંત પંચમીથી જ થાય છે. આ દિવસે પહેલીવાર ગુલાલ ઉડાવવામાં આવે છે અને વસંતી વસ્ત્ર ધારણ કરીને નવીન ઉત્સાહ અને પ્રસન્નતાની સાથે અનેક પ્રકારના મનોવિનોદ કરે છે. વ્રજમાં પણ વસંતના દિવસથી હોળીનો ઉત્સવ શરૂ થઈ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news