દુનિયાનો અનોખો પતિઃ 39 પત્નીઓ સાથે એક જ ઘરમાં રહેતા પતિની કહાની, 180 સભ્યોનો છે પરિવાર

ભારતીય પરંપરામાં સામાન્ય રીતે લોકો એક જ લગ્ન કરતા હોય છે.ભારતીય સ્ત્રીઓ પણ 'એક જીવન એક વર'ના સૂત્રને વળગેલી હોય છે. પણ આજે અમે તમને એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે કે જે ભારતીય છે અને 39 પત્નીઓ રાખે છે. 

દુનિયાનો અનોખો પતિઃ 39 પત્નીઓ સાથે એક જ ઘરમાં રહેતા પતિની કહાની, 180 સભ્યોનો છે પરિવાર

ગૌરવ તંવર, અમદાવાદઃ સામાન્ય રીતે લગ્ન જીવનમાં કોઈ પણ પતિ-પત્ની બીજા કોઈ પણ સ્ત્રી કે પુરૂષની દરમિયાનગીરી પસંદ કરતા નથી.ભૂલથી પણ કોઈ પતિ અન્ય સ્ત્રી સાથે કે કોઈ પત્ની અન્ય પુરુષ  સામે જુએ કે તેના વખાણ કરે તો ગમતું નથી હોતું. સામાન્ય રીતે આપણાં ત્યાં લગ્ન જીવનમાં એક સ્ત્રી કોઈ બીજી સ્ત્રીની દરમિયાનગીરી ક્યારેય ચલાવી લેતી નથી. મિઝોરમમાં એક એવું ગામ છે જ્યાં એક એવો વ્યક્તિ રહે છે જેને 39 પત્નીઓ રાખી છે. 39 પત્નીઓ સાથે આ મહાશય એક જ ઘરમાં રહે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફેબ્રુઆરી 2011માં તેનો દુનિયાના સૌથી મોટા પરિવાર તરીકેનું સ્થાન મળ્યું હતું.

મિઝોરમના એક ગામમાં ઝિઓના નામનો ખ્રિસ્તી સંપ્રદાય ચના પાવલનો નેતા રહે છે. જે પોતાની 39 પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. તેને 39 પત્નીઓ અને તેના થકી 94 સંતાનો છે. હાલ સંતાનોના ઘરે પણ સંતાનો છે. તેના પરિવારમાં કુલ 180 સભ્યો છે.ઝિઓનાનો પરીવાર ભારતમાં સૌથી મોટો પરિવાર હોવાથી તેમનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.આ પરિવાર મિઝોરમના બકતાવંગ ગામમાં રહે છે. ઝિઓનાનો જન્મ 21 જુલાઈ 1945માં થયો હતો. જે જૂન 1942માં રચાયેલ એક ખ્રિસ્તી સંપ્રદાય ચના પાવલના નેતા છે. ઝિઓનાના પરિવારમાં કુલ 39 પત્નીઓ, 94 બાળકો, 14 પુત્રવધૂ અને 33 પૌત્ર-પૌત્રી એમ કરીને કુલ 180 સભ્યો છે.

પારિવારિક જીવન
ઝિઓનાના 17 વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન થયા હતા.તેમની પ્રથમ પત્નીનું નામ ઝાથીંગી છે.ઝાથીંગી ઝિઓનાથી ત્રણ વર્ષ મોટી છે. ઝાથીંગી સાથે લગ્ન કર્યા બાદ એક સમય એવો આવ્યો કે એક જ વર્ષમાં ઝિઓનાએ 10 લગ્ન કર્યા.ઝિઓનાને હાલ સુધી 39 પત્નીઓ છે.ઘરમાં કુલ 180 લોકો રહેવા છતા ઝિઓના શિસ્ત સાથે ઘરની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે.


100થી વધારે રૂમવાળી 4 માળની હવેલીમાં રહે છે પરિવાર
ઝિઓનાએ તેના વિશાળ કુટુંબને સમાવવા માટે એક ચાર માળની હવેલી બનાવી છે. જે એક બોર્ડિંગ હાઉસની જેમ દેખાય છે. ઘરને "ચૂઆન થાર રન" અથવા નવી પેઢીનું મકાન કહેવામાં આવે છે અને તે બકતાવંગના પર્વતીય ગામમાં આવેલું છે. તેમની બધી પત્નીઓની ઉમર 22થી 40 વર્ષની વચ્ચેની છે.ઝિઓનાએ બનાવેલી હવેલીના પહેલા માળે 30થી 40 વર્ષની પત્નીઓ રહે છે અને જ્યારે 22થી 30 વર્ષની પત્નીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. અજબ ગજબની વાત તો એ છે કે 39 પત્નીઓ હોવા છતા કોઈ પત્ની વચ્ચે ક્યાંરેય કોઈ પ્રકારની તકરાર થતી નથી. ઝિઓનાના 26 જમાઈ છે અને તેમની પુત્રીઓ પોત-પોતાના પરિવાર સાથે અલગથી રહે છે.

ઝિઓનાનો પરિવારના દરેક સભ્યો આત્મનિર્ભર છે.છોકરાઓ પોતાની રીતે કમાય છે જ્યારે ઘરની સ્ત્રીઓને ઝિઓનાએ કામ સોંપેલા છે.ઝિઓનાની પત્નીઓ રસોઈ બનાવે છે, અને તેની પુત્રીઓ ઘરની સફાઈનુ કામ કરે છે અને લોન્ડ્રીમાં કપડાં ધોવાનુ પણ કામ કરે છે. કુટુંબના માણસો પશુધન ઉછેર, ખેતીવાડી, લાકડાના ફર્નિચર (સુથારકામ) જેવા નાના-નાના કુટીર ઉદ્યોગો, એલ્યુમિનિયમના વાસણો બનાવવાનુ કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news