કોરોનાએ બદલી રાજનીતિની રીત, કાલે બિહારમાં યોજાશે ગૃહમંત્રી અમિત શાહની Online રેલી

આ વર્ષના અંતે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીરાલે બિહારની જનતાને ઓનલાઇન સંબોધિત કરશે.   

Updated By: Jun 6, 2020, 07:28 PM IST
  કોરોનાએ બદલી રાજનીતિની રીત, કાલે બિહારમાં યોજાશે ગૃહમંત્રી અમિત શાહની Online રેલી

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  (Amit Shah)એ રવિવારે બિહારની જનતાને ઓનલાઇન સંબોધિત કરશે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી અભિયાનના પ્રારંભ તરીકે જોવામાં આવે છે. 

ભાજપના આ આયોજનને સફળ બનાવવા માટે તમામ પ્રયાસ કર્યાં છે, કારણ કે કોવિડ-19 મહામારીને કારણે કોઈ મોટા રાજકીય સભાનું આયોજન ન કરી શકાય. 

પરંતુ આ ઓનલાઇન રેલી ભાજપના એક મહિનાથી ચાલેલા અભિયાનનો ભાગ છે, જેમાં મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરી શકાય છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર આ આયોજન થઈ રહ્યું છે. 

સંભાવના તે છે કે શાહ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ધ્યાન કેન્દ્રીત કરશે. બિહારમાં ભાજપનું મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જદયૂ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની લોજપાની સાથે ગઠબંધ છે. ૉ

LAC પર તણાવને લઈને ભારત-ચીનના  મિલિટ્રી કમાન્ડરો વચ્ચે વાતચીત પૂર્ણ, મોલ્ડોમાં યોજાઇ બેઠક  

બિહાર ભાજપના નેતાઓએ કહ્યુ કે, પાર્ટીએ શાહનું ભાષણ સાંભળવા માટે પોતાના કાર્યકર્તા અને લોકોની 72 હજારથી વધુ મતદાન કેન્દ્ર પર આયોજન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર