હાર પર મંથન કરશે BJP, દિગ્ગજોનો દાવો- આ 5 કારણોથી ભાજપે ગુમાવી સત્તા

ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ની આગેવાની વાળા ગઠબંધનને બહુમતથી જીત મળી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તા ગુમાવ્યા બાદ પોતાની હાર પર મંથન કરશે. 

હાર પર મંથન કરશે  BJP, દિગ્ગજોનો દાવો- આ 5 કારણોથી ભાજપે ગુમાવી સત્તા

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હાર મળી છે. ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ની આગેવાની વાળા ગઠબંધનને બહુમતથી જીત મળી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તા ગુમાવ્યા બાદ પોતાની હાર પર મંથન કરશે. 

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઝારખંડમાં થયેલા કારમા પરાજયના કારણોની સમીક્ષા અને આત્મમંથન કરશે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઝારખંડની હારને લઈને પ્રદેશ નેતૃત્વની સાથે બેઠક પણ કરશે. ભાજપના મોવળી મંડળનું માનવું છે કે, આ 5 કારણોને લીધે પાર્ટીને હાર મળી છે. 

1. પાર્ટીનું માનવું છે કે આજસૂની સાથે અન્ય ગઠબંધનના સાથી પક્ષોની સાથે સમજુતી ન થઈ શકવી ચૂંટણી હારનું મુખ્ય કારણ છે. 

2. ઝારખંડમાં ભાજપ અને સરકાર વચ્ચે સારો તાલમેલ ન રહ્યો, આ કારણે પાર્ટીને હાર મળી છે. 

3. પાર્ટીનું માનવું છે કે ધારાસભ્યોની મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથે નારાજગી પણ ભાજપની હારનું કારણ રહી. 

4. ભાજપને તે વાતનો ખ્યાલ આવી ગયો કે જો સરયૂ રાય જેવા પાર્ટીના દિગ્ગજ નેતાઓને નજરઅંદાજ ન કરવામાં આવ્યા હોત તો પરિણામ જૂદુ રહ્યું હોત. 

5. આદિવાસી પણ સરકારથી ખુશ ન જોવા મળ્યા. આદિવાસીઓની જમીનના અધિકારને લઈને નારાજગી અને સત્ય તેના સુધી ન પહોંચાડી શકી. આ સાથે આદિવાસી તથા બિનઆદિવાસીનો મુદ્દો પણ હાવી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news