અમિત શાહે કાર્યકારિણીમાં રજુ કરી 2019ની જીતની ફોર્મ્યુલા

દિવાળીમાં લોકો વચ્ચે જઇને મોદી સરકારની ઉપલબ્ધીઓ ગણાવવા ઉપરાંત મહત્તમ યુવાનોને મતદાન યાદીમાં જોડવા માટે અપીલ કરી

અમિત શાહે કાર્યકારિણીમાં રજુ કરી 2019ની જીતની ફોર્મ્યુલા

નવી દિલ્હી : રાજધાનીમાં શનિવારથી ચાલુ થયેલ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 2019ની જીતની ફોર્મ્યુલા રજુ કરી હતી. પોતાનાં ભાષણમાં શાહે સ્પષ્ટ કહ્યું કે આ વખતે પાર્ટી નરેન્દ્ર મોદીના જાદુઇ વ્યક્તિત્વ અને મજબુત સંગઠન ઉપરાંત ગામ, ગરીબ, ખેડૂત, દલિત, ઓબીસી, આદિવાસી અને વિપક્ષના વિભાજનની મદદથી જીત પ્રાપ્ત કરશે. 

શાહે પોતાનાં કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો કે આ વખતે દિવાળી પહેલાગામમાં જોઇન મોદી સરકારની ઉપલબ્ધિઓને રજુ કરતા દિવાળી મનાવીને સંદેશ આપો કે કઇ રીતે મોદી સરકારની ઉપલબ્ધીઓથી દેશ જગમગાટ કરી રહ્યો છે. તેમણે વિપક્ષી મહાગઠબંધનને મહત્વ નહી આપતા તેમણે કહ્યું કે, આ અસત્ય પર આધારિત ગઠબંધન છે અને તેની કોઇ જ અસર થવાની નથી. 

પાર્ટીનો પ્લાન રજુ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં શાહે કાર્યક્રમની પણ જાહેરાત કરતા કહ્યું કે, પાર્ટી આગામી થોડા મહિનામાં ન માત્ર મહાત્મા ગાંધીની 150મી જયંતી પર જોરદાર કાર્યક્રમ કરે પરંતુ તેઓ સેવા દિવસ પર સર્જીકલ સ્ટ્રાઇકને યાદ કરતા શોર્ય દિવસ પણ ઉજવશે. 

તેમણે પાર્ટી કાર્યકર્તોએને કહ્યું કે, 2014થી અત્યાર સુધી મોદી સરકારે જે પણ કામ કર્યા છે, તેને જનતાની વચ્ચે પહોંચાડવામાં આવે. અત્યાર સુધી કામ જે થયા તેની માહિતી આપતા લોકો સાથે દિવાળી ઉજવો જેથી ખબર પડે કે મોદી સરકારના કામકાજતી કઇ રીતે દેશ નિખરી ઉઠ્યો છે. કઇરીતે ખેડૂતોને ખર્ચ કરતા ડોઢી આવક થઇ રહી છે. કઇ રીતે ઓબીસીને સંવૈધાનિક દરજ્જો પ્રાપ્ત થયો છે. કઇ રીતે સરકારે દલિતોના અધિકારની રક્ષા માટે પગલા ઉઠાવ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓને એવા નિર્દેશો પણ આપ્યા કે તેઓ મતદાતાઓની યાદી પર ધ્યાન આપે જેથી જે લોકોનાં નામ નથી જોડાયા તેમના નામ પણ જોડી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news