ભાજપે એક અઠવાડીયામાં 3 ધારાસભ્યો ગુમાવ્યા: થરાલીનાં ધારાસભ્યનું મોત

ઉતરાખંડનાં ધારાસભ્ય ઉપરાંત રાજસ્થાનનાં નાથદેવડા અને યુપીનાં બીજનોરનાં ધારાસભ્યોનાં મોત થયા છે

ભાજપે એક અઠવાડીયામાં 3 ધારાસભ્યો ગુમાવ્યા: થરાલીનાં ધારાસભ્યનું મોત

દેહરાદુન : ઉતરાખંડની થરાલી વિધાનસભા સીટ પરથી ભાજપનાં ધારાસભ્ય મગનલાલ શાહનું લંબી બીમારી બાદ નિધન થઇ ચુક્યું છે. રવિવારે મોડી રાત્રે મગનલાલે જોલી ગ્રાન્ટ ખાતે હિમાયલન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પ્રકારે ગત્ત અઠવાડીયામાં જ ભાજપે ત્રણ અલગ અલગ રાજ્યોમાં પોતાનાં ત્રણ ધારાસભ્યો ગુમાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ફેબ્રુઆરીએ યુપીમાં બિજનોરની નૂરપુર સીટથી ભાજપનાં ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ અને બે ગનરનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તે જ દિવસે રાજસ્થાનનાં નાથદેવડા સીટથી ભાજપનાં ધારાસભ્ય કલ્યાણસિંહે પણ અમેરિકાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા.કલ્યાણસિંહ લાંબા સમયથી બિમાર હતા.

મગનલાલ શાહ 55 વર્ષનાં હતા અને તે ચમોલી જિલ્લાનાં થરાલી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય હતા. ડોક્ટરે જણાવ્યું કે, મગનલાલ શાહને શ્વાસની તકલીફ હતી. તેમનાં ફેફસામાં સંક્રમણ હતું જેનાં કારણે તેમને ન્યૂમોનિયા થઇ ગયો હતો. જેનાં કારણે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2017નાં ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં મગનલાલ શાહને થરાલીથી ભાજપની ટીકિટ મળી હતી અને ત્યાંથી ચૂંટાયા બાદ તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

શાહનાં નિધનનાં કારણે પ્રદેશમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમનાં નિધન બાદ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ શોક વ્યક્ત કર્યો હતો. શાહનાં નિધનનાં કારણે 70 સભ્યોની ઉતરાખંડ વિધાનસભામાં સત્તાધારી ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને 56 થઇ ચુકી છે. ઉપરાંત વિધાનસભા પણ ખંડિત તઇ ગઇ છે. નોંધનીય છે કે ભાજપે એક અઠવાડીયામાં 3 ધારાસભ્યો ગુમાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news