BJP National Executive Meeting 2023: ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં આજે PM મોદી સહિત દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, બેઠક પહેલા PM મોદીનો રોડ શો
BJP National Executive Meeting 2023: ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકની શરૂઆતની સાથે આજથી બે દિવસ દિલ્હીમાં પાર્ટીનું મહામંથન ચાલશે. બેઠકમાં પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહેશે.રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો થશે. ભાજપે પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી આ રોડશોનું આયોજન કર્યું છે.
Trending Photos
BJP National Executive Meeting 2023: ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકની શરૂઆતની સાથે આજથી બે દિવસ દિલ્હીમાં પાર્ટીનું મહામંથન ચાલશે. બેઠકમાં પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ, સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહેશે. દિલ્હીમાં આજથી રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થઈ રહી છે. ભાજપની ટોચની નીતિ નિર્માણ શાખાની આ બેઠક નવી દિલ્હી નગરપાલિકા પરિષ્દ (NDMC) કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થઈ છે.
બેઠકમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળને આગળ વધારવા પર મંજૂરી મળી શકે છે. રાષ્ટ્રીય કારોબારીમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની દૂરંદર્શી રણનીતિ ઉપર પણ મંથન થશે. ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડાના 3 વર્ષના કાર્યકાળનો જાન્યુઆરીમાં અંત આવી રહ્યો છે. પરંતુ નડ્ડાના કાર્યકાળને લોકસભા ચૂંટણી 2024 સુધી આગળ વધારવામાં આવી શકે છે.
એનડીએમસી કન્વેનશન સેન્ટરમાં બેઠક, પીએમ મોદીનો રોડ શો
રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો થશે. ભાજપે પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી આ રોડશોનું આયોજન કર્યું છે. ત્યારબાદ સાંજે 4 વાગે રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શરૂઆતના સત્રને સંબોધન કરશે.
રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષ પણ સામેલ
બેઠકના છેલ્લા દિવસે પીએમ મોદીનું સંબોધન થશે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડેના જણાવ્યાં મુજબ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 5 ડેપ્યુટી સીએમ, 35થી 36 કેન્દ્રીય મંત્રીઓ, 17 પ્રદેશોમાં પાર્ટીના વિધાનસભા સદનના નેતાઓ સહિત લગભગ 350 ટોચના નેતાઓ સામેલ થશે.
મિશન 2024 પહેલા મહત્વની બેઠક
બેઠકમાં રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ સંલગ્ન પ્રસ્તાવો પસાર થવાના છે. કારોબારી બેઠક પહેલા ભાજપ મુખ્યાલયમાં સવારે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી, પ્રદેશ મહામંત્રી અને મંત્રીઓની મહત્વની બેઠકનું પણ આયોજન થયું છે. બેઠકમાં કારોબારી માટે એજન્ડા તૈયાર કરાશે. કારોબારીમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભા બેઠક, નબળી લોકસભા બેઠકો પર ભાજપની પ્રવાસ યોજના અને બૂથ સ્તર પર મજબૂતીના પ્રસ્તાવો પર ચર્ચા થશે. મિશન 2024 પહેલા આ બેઠક ભાજપની ભાવિ રણનીતિને અંતિમ સ્વરૂપ આપનારી રહેશે. કારોબારીના સ્થળ પર કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરનારા એક પ્રદર્શનનું પણ આયોજન થશે.
જુઓ વીડિયો
અત્રે જણાવવાનું કે નવી દિલ્હીમાં રોડશોના કારણે બપોરે 2થી 5 વાગ્યાની વચ્ચે અનેક જગ્યાઓ પર ટ્રાફિક ડાઈવર્ઝન રહેશે. દિલ્હી ટ્રાફિક પોલીસે રૂટ ડાઈવર્ટ કર્યો છે. દિલ્હીના લુટિયન્સ ઝોનના અનેક રસ્તાઓ પ્રભાવિત થશે. જેમાં સંસદ માર્ગ, રફી માર્ગ, ઈમ્તિયાઝ માર્ગ, જય સિંહ રોડ, ટોલસ્ટોય રોડ, જંતર મંતર રોડ અને બંગલા સાહિબ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે