કમ્પ્યૂટર જાસૂસી મામલોઃ શાહે રાહુલ પર કર્યો પ્રહાર, કહ્યું- શું ડર છે જેને છુપાવી રહ્યાં છો
ભાજપ અધ્યક્ષ શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું, રાહુલ ગાંધી ફરીથી ભયભીત થઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરવાની રાજનીતિ કરી રહ્યાં છે. યૂપીએ સરકારે ગેરકાયદે જાસૂસી પર કોઈપણ પ્રતિબંધ લગાવ્યો ન હતો.
Trending Photos
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા 10 તપાસ એજન્સીઓને કોઈપણ ખાનગી કમ્પ્યૂટરની જાસૂસી કરવાના હક આપવાને લઈને લડાઇ શરૂ થઈ ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો, તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ શાયરાના અંદાજમાં પલટવાર કર્યો છે. આ દરમિયાન તેમણે યૂપીએ સરકાર પર ગેરકાયદે રીતે ધ્યાન રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ભાજપ અધ્યક્ષ શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું, રાહુલ ગાંધી ફરીથી ભયભીત થઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરવાની રાજનીતિ કરી રહ્યાં છે. યૂપીએ સરકારે ગેરકાયદે જાસૂસી પર કોઈપણ પ્રતિબંધ લગાવ્યો ન હતો. પરંતુ જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ભર્યું છે તો રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર રાડો પાડી રહ્યાં છે.
આ સાથે અમિત શાહે રાહુલ ગાંધી પર ટકાક્ષ કરતા લખ્યું, તમે આટલા કેમ ખોટુ બોલી રહ્યાં છે, શું ડર છુપાવી રહ્યાં છો. અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાયલ દ્વારા જાહેર કરાયેલા સર્કુલરની લિંક પણ શેર કરી છે.
આ પહેલા રાહુલ ગાંધીએ તપાસ એજન્સીઓને કોઈપણ ખાનગી કમ્પ્યૂટરની જાસૂસી કરવાનો અધિકાર આપવાના સર્કુલરને લઈને વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો. તેમણે પીએમ મોદી પર આ સર્કુલરના માધ્યમથી દેશને રાજ્ય પોલીસમાં ફેરવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
Yet again Rahul does fear-mongering and plays politics with national security.
UPA put no barriers on unlawful surveillance. When Modi govt puts safeguards for citizens, Rahul cries conspiracy.
तुम इतना क्यों झुठला रहे हो, क्या डर है जिसको छुपा रहे हो! https://t.co/ulzGke4zIy
— Amit Shah (@AmitShah) December 21, 2018
કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કર્યું, મોદી જી, ભારતને પોલીસ રાજ્યમાં ફેરવીને સમસ્યાઓનું સમાધાન થવાનું નથી. તેના માધ્યમથી તમે એક અબજથી વધુ ભારતીયોની સામે માત્ર તે સાબિત કરી રહ્યાં છો કે, તમે કેટલા અસ્વસ્થ તાનાશાહ છો.
આ સિવાય કેન્દ્રીય કાયદા અને આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે પણ કેન્દ્ર સરકારના આ સર્કુલરનો વિરોધ કરવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મામલાની સત્યતાની તપાસ કર્યા વિના નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. જે ભારતની સુરક્ષાની વિરુદ્ધ છે. આ સર્કુલર મનમોહન સરકારના સમયમાં બનાવવામાં આવેલા કાયદા મુજબ જાહેર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, પહેલા કેન્દ્ર અને રાજ્યોની સરકાર જાસૂસી કરતી હતી, ત્યારે તેનો દુરૂપયોગ થતો હતો. પરંતુ હવે તે પારદર્શી થઈ ગયું છે અને બંધારણના દાયરામાં છે. ગૃહ સચિવની મંજૂરી વગર કોઈ જાજૂસી નહીં થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે