BSFએ પાક.ની પોસ્ટો અને બંકરોનો કચ્ચરઘાણ વાળ્યો:પાક. રેન્જર્સનાં હથિયારો નષ્ટ
ભારતીય સેનાએ વળતો હૂમલો કરતા પાકિસ્તાની સેનાનાં દાંત ખાટા કરી નાખ્યા
- પાકિસ્તાન દ્વારા સતત થઇ રહ્યું છે સંઘર્ષવિરામનું ઉલ્લંઘન
- સીમા પર રહેતા 36 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું
- પાકિસ્તાની ગોળીબારમાં કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવતો હોવાનાં કારણે સુરક્ષા દળ (BSF)એ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનની ઘણી પોસ્ટ અને બંકરનો વિધ્વંસ કર્યો હતો. એટલું જ નહી સીમા સુરક્ષા દળે પાકિસ્તાની રેન્જર્સનાં હથિયાર પણ તબાહ કર્યા હતા. પાકિસ્તાની સેનાએ જમ્મુનાં રાજૌરી જિલ્લાનાં ત્રણ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર રહેલા ભારતીય સ્થળો પર ગોળીબાર કર્યો અને મોર્ટરોનો મારો કર્યો હતો.
સીમા સુરક્ષા દળનાં એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે, 21 જાન્યુઆરીએ જમ્મુ જિલ્લાનાં કાંચર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું જ્યારે બે ઘયલ થયા હતા. જમ્મુ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર શાળાઓ બંધ રાખવી પડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પરગવાલ, મઠ, આરએસપુરા, અરનિયા અને રામગઢ સેક્ટરો (જમ્મુ અને સાંબા જિલ્લાનાં) આંતરરાષ્ટ્રીય સીમા પર આખી રાત ગોળીબાર થતો રહ્યો હતો.પાકિસ્તાની જવાનોએ 1 જાન્યુઆરી રાથથી જમ્મુ અને કાંચક સેક્ટરનાં આંતરરાષ્ટ્રીય સીમા પર ગોળીબાર ચાલુ કર્યો હતો.
પાકિસ્તાની જવાનોએ 21મી જાન્યુઆરીની સાંજે રાજોરી જિલ્લાનાં ભવાની, કરાલી, સૈડ, નુંબ અને શેર મકરી વિસ્તારમાં નિયંત્રણ રેખા પર વળતો ગોળીબાર કર્યો હતો. સંઘર્ષ વિરામનાં ઉલ્લંઘનનાં કારણે અત્યાર સુધી સાત ભારતીય નાગરિકોનાં મોત થયા છે તો, 3 સૈન્ય કર્મચારી અને દળનાં બે જવાન શહીદ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે