Budget Session 2021: કૃષિ કાયદા દ્વારા ખેડૂતોને નવા અધિકાર આપવામાં આવ્યા-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી આ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. આ ઉપરાંત તેમણે નવા કૃષિ કાયદા, ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ફેલાયેલી અરાજકતાનો પણ ઉલ્લેખ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી આ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. આ ઉપરાંત તેમણે નવા કૃષિ કાયદા, ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ફેલાયેલી અરાજકતાનો પણ ઉલ્લેખ કર્યો.
રાષ્ટ્રપતિએ બજેટ સત્ર ગણાવ્યું મહત્વપૂર્ણ
બજેટ Budget સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ના અભિભાષણથી થઈ. અભિભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ સત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે નવા દાયકા અને નવા વર્ષનું પહેલું સત્ર છે. આ સાથે આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, અમે ઝૂકીશું નહી.
મહામારી વિરુદ્ધની લડતમાં અનેક દેશવાસીઓને અકાળે ગુમાવ્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે મહામારી વિરુદ્ધની આ લડતમાં આપણે અનેક દેશવાસીઓને અકાળે ગુમાવ્યા પણ છે. આપણા બધાના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન પણ કોરોના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે કસમયે આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે સરકારે લગભગ 31 હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા. દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી ગરીબ મહિલાઓને 14 કરોડથી વધુ મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા.
ભારત દુનિયામાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવે છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપણા માટે ગર્વની વાત છે કે આજે ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. આ પ્રોગ્રામની બે રસી ભારતમાં જ નિર્મિત છે. સંકટના આ સમયમાં ભારતે માનવતા પ્રત્યે પોતાની જવાબદારીનું નિર્વહન કરતા અનેક દેશોને કોરોના રસીના લાખો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.
તિરંગા અને ગણતંત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ
તેમણે કહ્યું કે તાજેતરમાં તિરંગા અને ગણતંત્ર દિવસ (Republic Day 2021) જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે બંધારણ આપણને શિખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
पिछले दिनों हुआ तिरंगे और गणतंत्र दिवस जैसे पवित्र दिन का अपमान बहुत दुर्भाग्यपूर्ण है। जो संविधान हमें अभिव्यक्ति की आजादी का अधिकार देता है, वही संविधान हमें सिखाता है कि कानून और नियम का भी उतनी ही गंभीरता से पालन करना चाहिए।
— President of India (@rashtrapatibhvn) January 29, 2021
ખેડૂતોના હિતો માટે સરકાર ગંભીર
રાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂતોના હિતો માટે સરકાર ગંભીર છે. મારી સરકારે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા ખર્ચથી દોઢ ગણું MSP આપવાનો નિર્ણય લીધો હતો. મારી સરકાર આજે MSP પર રેકોર્ડ માત્રામાં ખરીદી કરી રહી છે અને ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધારી રહી છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 6 વર્ષમાં બીજથી લઈને બજાર સુધી દરેક વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તનનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને ભારતીય કૃષિ આધુનિક પણ બને અને કૃષિનો વિસ્તાર પણ થાય. આત્મનિર્ભર ભારત અભિયાન ભારતમાં નિર્માણ સુધી જ સિમિત નથી પરંતુ તે ભારતના દરેક નાગરિકના જીવનસ્તરને ઉપર ઉઠાવવા અને દેશના આત્મવિશ્વાસને વધારવાનું પણ અભિયાન છે.
2013-14માં જ્યાં 42 લાખ હેક્ટર જમીનમાં જ માઈક્રો-ઈરિગેશનની સુવિધા હતી ત્યાં આજે 56 લાખ હેક્ટરથી વધુ વધારાની જમીનને માઈક્રો ઈરિગેશન સાથે જોડવામાં આવી છે. આ સમયગાળામાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન પણ 215 મિલિયન ટનથી વધીને હવે 320 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. આ માટે હું દેશના ખેડૂતોને અભિનંદન આપું છું.
નાના અને સીમાંત ખેડૂતો પણ સરકારની પ્રાથમિકતા
રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતાઓમાં આ નાના અને સીમાંત ખેડૂતો પણ છે. આવા ખેડૂતોના નાના નાના ખર્ચાને મદદ કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા તેમના ખાતામાં લગભગ 1,13,000 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરાયા છે. સમયની માગણી છે કે કૃષિ ક્ષેજ્ઞ આપણા જે નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની પાસે ફક્ત એક કે બે હેક્ટર જમીન હોય છે તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવે. દેશના તમામ ખેડૂતોમાંથી 80 ટકાથી વધુ આવા નાના ખેડૂતો જ છે અને તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે.
પાક વીમાથી ખેડૂતોને લાભ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે પાક વીમા યોજનાનો લાભ પણ દેશના નાના ખેડૂતોને થયો છે. આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને 17 હજાર કરોડ રૂપિયા પ્રીમીયમ તરીકે લગભગ 90 હજાર કરોડ રૂપિયાની રકમ વળતર તરીકે મળી છે.
वर्तमान में इन कानूनों का अमलीकरण देश की सर्वोच्च अदालत ने स्थगित किया हुआ है। मेरी सरकार उच्चतम न्यायालय के निर्णय का पूरा सम्मान करते हुए उसका पालन करेगी।
— President of India (@rashtrapatibhvn) January 29, 2021
વ્યાપક વિચારણા બાદ કાયદા પાસ થયા
ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) વિશે તેમણે કહ્યું કે વ્યાપક વિમર્શ બાદ સંસદે સાત મહિના અગાઉ ત્રણ મહત્વપૂર્ણ કૃષિ કાયદા પાસ કર્યા. આ કૃષિ સુધારાનો સૌથી મોટો લાભ પણ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને તરત મળવાનો શરૂ થયો. નાના ખેડૂતોને થનારા આ લાભને સમજતા જ અનેક રાજકીય પત્રોએ સમય સમય પર આ સુધારાઓને પોતાનું ભરપૂર સમર્થન આપ્યું હતું.
નવા કૃષિ કાયદા બનતા જૂની વ્યવસ્થામાં કોઈ કમી કરાઈ નથી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે વર્તમાનમાં કૃષિ કાયદાનું અમલીકરણ દેશની સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યું છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરીને તેનું પાલન કરશે. મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણ નવા કૃષિ કાયદા બનતા પહેલા, જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકારો હતા તથા જે સુવિધાઓ હતી, તેમાં કોઈ કમી કરવામાં આવી નથી. ઉલ્ટું આ કૃષિ સુધારા દ્વારા સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે.
मेरी सरकार यह स्पष्ट करना चाहती है कि तीन नए कृषि कानून बनने से पहले, पुरानी व्यवस्थाओं के तहत जो अधिकार थे तथा जो सुविधाएं थीं, उनमें कहीं कोई कमी नहीं की गई है। बल्कि इन कृषि सुधारों के जरिए सरकार ने किसानों को नई सुविधाएं उपलब्ध कराने के साथ-साथ नए अधिकार भी दिए हैं।
— President of India (@rashtrapatibhvn) January 29, 2021
કૃષિને વધુ લાભકારી બનાવવા માટે મારી સરકાર આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. આ માટે એક લાખ કરોડ રૂપિયાના એગ્રીક્લચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત પણ કરાઈ છે. દેશભરમાં શરૂ કરાયેલી કિસાન રેલ, ભારતના ખેડૂતોને નવું બજાર ઉપલબ્ધ કરાવવામાં નવો અધ્યાય લખી રહી છે. અત્યાર સુધીમાં 100થી વધુ કિસાન રેલ દોડાવવામાં આવી છે. જેના માધ્યમથી 38 હજાર ટનથી વધુ અનાજ અને શાકભાજી ફળ, એક ભાગમાંથી બીજા ભાગ સુધી ખેડૂતો દ્વારા મોકલાયા છે.
ખેડૂતોને 20 લાખ સોલર પંપ
રાષ્ટ્રપતિએ કહ્યું કે કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 20 લાખ સોલર પંપ આપવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા શેરડી, મકાઈ, ધાન વગેરેમાંથી ઈથનોલના ઉત્પાદનને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ગત 6 વર્ષમાં સરકારની સકારાત્મક નીતિઓના કારણે ઈથનોલનું ઉત્પાદન 38 કરોડ લીટરથી વધીને 190 કરોડ લીટર થયું. આ ઉપરાંત સરકારે ડેરી ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અને રોકાણને પ્રોત્સાહિત કરવા માટે 15 હજાર કરોડના પશુપાલન અવસંરચના વિકાસ કોષની પણ સ્થાપના કરી છે.
ગામના લોકોના જીવન સુધરે તે સરકારની પ્રાથમિકતા
રાષ્ટ્રપતિએ કહ્યું કે ગામના લોકોના જીવનસ્તર સુધરે તે મારી સરકારની પ્રાથમિકતા છે. જેનું ઉત્તમ ઉદાહરણ 2014થી ગરીબ ગ્રામીણ પરિવારો માટે બનાવવામાં આવેલા 2 કરોડ ઘર છે. વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને પાક્કુ ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ઝડપ લાવવામાં આવી છે.
મહિલાઓ માટે સુવિધા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા સરકાર એક રૂપિયામાં 'સુવિધા' સેનિટરી નેપકિન આપવાની યોજના પણ ચલાવી રહી છે. દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ દેશમાં આજે 7 કરોડથી વધુ મહિલા સાહસિકો લગભગ 66 લાખ સ્વયં સહાયતા સમૂહો સાથે જોડાયેલી છે. બેન્કોના માધ્યમથી આ મહિલા સમૂહોને છેલ્લા 6 વર્ષમાં 3 લાખ 40 હજાર કરોડ રૂપિયાનું ઋણ અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે