CAA Protest: લખનઉમાં હિંસા ભડકી, ઉપદ્રવીઓએ પોલીસ ચોકી ફૂંકી મારી, વાહનોમાં આગચંપી

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં દેશમાં અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે યુપી (Uttar Pradesh) માં અનેક જગ્યાઓ પર ઉપદ્રવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. કહેવાય છે કે ઉપદ્રવીઓએ લખનઉ (Lucknow) ની મદેયગંજ પોલીસચોકીમાં તોડફોડ કરી છે. આ સાથે જ પોલીસ ચોકીની અંદર રાખેલો સામાન પણ બાળી મૂક્યો. બીજી બાજુ ઉપદ્રવીઓએ પોલીસ ચોકીની સામે રાખેલા વાહનોમાં પણ આગચંપી કરી છે. અનેક જગ્યાએ તોડફોના પણ અહેવાલો છે. 

CAA Protest: લખનઉમાં હિંસા ભડકી, ઉપદ્રવીઓએ પોલીસ ચોકી ફૂંકી મારી, વાહનોમાં આગચંપી

લખનઉ:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં દેશમાં અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે યુપી (Uttar Pradesh) માં અનેક જગ્યાઓ પર ઉપદ્રવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. કહેવાય છે કે ઉપદ્રવીઓએ લખનઉ (Lucknow) ની મદેયગંજ પોલીસચોકીમાં તોડફોડ કરી છે. આ સાથે જ પોલીસ ચોકીની અંદર રાખેલો સામાન પણ બાળી મૂક્યો. બીજી બાજુ ઉપદ્રવીઓએ પોલીસ ચોકીની સામે રાખેલા વાહનોમાં પણ આગચંપી કરી છે. અનેક જગ્યાએ તોડફોના પણ અહેવાલો છે. 

કહેવાય છે કે પોલીસે (Police) બબાલ કરી રહેલા લોકોને કાબુમાં કરવા માટે ફાયરિંગ પણ કર્યું છે. પોલીસે ઉપદ્રવીઓ પર ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. લખનઉના ખદરા વિસ્તારમાં ઉપદ્રવીઓએ બબાલ ભડકાવી છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકો પર ટીયર ગેસના શેલ છોડ્યાં. કહેવાય છે કે લોકોએ પોલીસફોર્સ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ખદરા વિસ્તારમાં હાલાત બેકાબુ થયા બાદ રમખાણોને કંટ્રોલ કરવા માટે વાહન ત્યાં પહોંચ્યા હતાં. 

આ અગાઉ યુપીના સંભલમાં પણ ભીડે હિંસક પ્રદર્શન કર્યું છે. ભીડે પ્રદર્શન દરમિયાન બે બસોને બાળી મૂકી. આ સાથે જ અન્ય વાહનોમાં પણ તોડફોડ કરી. કહેવાય છે કે ઉપદ્રવી તત્વોએ પ્રદર્શન દરમિયાન યુપી પરિવહનની બે બસને આગ લગાવી હતી. કહેવાય છે કે પ્રદર્શનકારીઓએ હિંસક રૂપ ધારણ કરતા પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં હિંસક પ્રદર્શન બાદ સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગુ છે. આ દરમિયાન પ્રદેશમાં ક્યાંય પણ પ્રદર્શન, જૂલુસ વગેરેની મંજૂરી નથી. જ્યારે યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદોને લઈને કોઈ પણ અફવાઓ ફેલાવવાની કોશિશ ન કરે. જો આમ થયું તો કાર્યવાહી થશે. ડીજીપીએ અપીલ કરતા કહ્યું કે માતા પિતા પોતાના બાળકોને સમજાવે અને કોઈ પણ પ્રદર્શનમાં ભાગ ન લેવા દે. તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news