IT રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, જો મોડા પડ્યા તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ
આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આ બધા વચ્ચે એક ઓર્ડર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ઝડપથી થઈ રહેલા આ ખોટા પ્રચારને લઈને CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ)એ ટ્વીટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. આ બધા વચ્ચે એક ઓર્ડર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ઝડપથી થઈ રહેલા આ ખોટા પ્રચારને લઈને CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ)એ ટ્વીટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે. આ ટ્વીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ જ છે. ત્યારબાદ આઈટીઆર ફાઈલ કરવામાં આવશે તો લેટ ફાઈન ભરવો પડશે. પહેલા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી પરંતુ ત્યારબાદ આગળ વધારીને 31 ઓગસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તમારી જાણકારી માટે જણાવવાનું કે જો કોઈ કારણ સર આજે રિટર્ન ફાઈલ ન કરી શકો તો તમારે દંડ ભરવો પડશે. દંડને લઈને ઈન્કમ ટેક્સ વિભાગના શું નિયમો છે તે અંગે વિસ્તારથી જાણીએ.
1. ઈન્ડિવિઝ્યુઅલ ટેક્સપેયર્સ 31 ઓગસ્ટ બાદ જો 31 ડિસેમ્બર 2019 સુધીમાં રિટર્ન ફાઈલ કરે તો લેટ ફી તરીકે 5000 રૂપિયા ભરવા પડશે. તેને બી-લેટેડ રિટર્ન ફાઈલ કરવાનું કહેવામાં આવે છે.
જુઓ LIVE TV
2. જો તમે 31 ડિસેમ્બર 2019ની સમયમર્યાદામાં પણ રિટર્ન ફાઈલ ન કર્યું તો ટેક્સપેયર્સ (ઈન્ડિવિઝ્યુઅલ)ની પાસે 31 માર્ચ 2020 સુધીમાં રિટર્ન ફાઈલ કરવાની તક રહેશે. પરંતુ તેણે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. અત્રે જણાવવાનું કે પહેલા આ નિયમ નહતો પરંતુ એસેસમેન્ટ યર 2018-19માં આ નિયમને જોડવામાં આવ્યો. તે ઈન્કમ ટેક્સ કાયદાની કમલ 234F છે.
આ સામાન્ય નિયમ છે. પરંતુ કાયદામાં કેટલીક શરતોનો ઉલ્લેખ કરાયો છે. શરતો અને નિયમો મુજબ જો કોઈની ટોટલ ઈન્કમ 5 લાખ રૂપિયાથી વધુ ન હોય તો કોઈ પણ સ્થિતિમાં તેની પાસેથી 1000 રૂપિયાથી વધુની પેનલ્ટી વસુલી શકાય નહીં. જો તમે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હશે તો તેના અનેક ફાયદા છે. તેનાથી તમને લોનમાં કોઈ પરેશાની આવશે નહીં. કારણ કે સિબિલ સ્કોર સારો રહેશે. ટેક્સ રિટર્નમાં કોઈ સમસ્યા ઊભી નહીં થાય. જો તમે બીજા કોઈ દેશની મુસાફરી કરવા માંગતા હશો તો જેણે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હશે તેને સરળતાથી વિઝા આપી દેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે