આસામમાં આજે NRCની છેલ્લી યાદી જાહેર થશે, સમગ્ર રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 

પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભારતીય અને બહારના લોકોની ઓળખ નક્કી કરતી NCRની છેલ્લી સૂચિ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે.

આસામમાં આજે NRCની છેલ્લી યાદી જાહેર થશે, સમગ્ર રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 

નવી દિલ્હી/ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભારતીય અને બહારના લોકોની ઓળખ નક્કી કરતી NCRની છેલ્લી સૂચિ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર આસામમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

આ બાજુ કેન્દ્ર સરકારે આસામના લોકોને ભરોસો અપાવ્યો છે કે જેમનું નામ યાદીમાં નહીં હોય તેમની અટકાયત કરવામાં આવશે નહીં અને તેમને પોતાની નાગરિકતા સાબિત કરવાનો દરેક શક્ય તક અપાશે. જે લોકોના નામ યાદીમાં નહીં હોય તેઓ ફોરેનર્સ ટ્રાઈબ્યુલમાં અપીલ કરી શકશે. સરકારે અપીલ કરવા માટે સમય મર્યાદા પણ 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દીધી છે. 

જુઓ LIVE TV

આ અંગે એક સમીક્ષા બેઠક ગત 20 ઓગસ્ટે થઈ હતી. જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી. તેમાં અંતિમ એનઆરસીથી બહાર લોકોને નિર્ધારીત સમયમાં અપીલ કરવા અંગે આવતી તમામ સમસ્યાઓને સંશોધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા, આસામના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. 

અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે અંતિમ NRC પ્રકાશિત કરવાની તારીખને 31 જુલાઈથી આગળ વધારીને 31 ઓગસ્ટ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news