રેલ્વે ટેન્ડર કેસમાં લાલુનાં ઘરે CBIનાં દરોડા: તેજસ્વીએ 4 કલાક પુછપરછ કરી

રેલ્વે ટેન્ડર ગોટાળામાં સીબીઆઇ દ્વારા અગાઉ લાલુ પ્રસાદ યાદવની પણ પુછપરછ કરવામાં આવી ચુકી છે

રેલ્વે ટેન્ડર કેસમાં લાલુનાં ઘરે CBIનાં દરોડા: તેજસ્વીએ 4 કલાક પુછપરછ કરી

પટના : રેલ્વે હોટલ ટેન્ડર મુદ્દે સીબીઆઇએ પુર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારનાં પુર્વ સીએમ રાબડી દેવીનાં પટના ખાતેનાં મકાનપર  દરોડા પાડ્યા છે. સીબીઆઇએ લાલુનાં પુત્ર તેજસ્વી યાદવને આશરે 4 કલાક સુધી પુછપરછ કરી હતી. હાલની માહિતી અનુસાર સીબીઆઇની પુછપરછ હવે પુરી થઇ ચુકી છે.તે પહેલા આ વર્ષે આ મુદ્દે સીબીઆઇએ લાલુની પણ પુછપરછ ઓક્ટોબર મહિનામાં કરી હતી. 

તેજસ્વી યાદવ પર ગત્ત વર્ષે જુલાઇ મહિનામાં આ મુદ્દે કેસ દાખલ થયો હતો. આ કેસમાં IRCTCની હોટલની નીલામીમાં થયેલ કથિત ગોટાળા સાથે જોડાયેલા છે. આ મુદ્દે લાલુ અને તેનાં પરિવારે ઘણા સ્થળો પર પહેલા પણ દરોડા પાડી ચુક્યા છે. લાલુ પર આરોપ છે કે, તેમણે સંવૈધાનિક પદ પર રહેતા કેટલાક ખાસ લોકોને ફાયદો પહોંચાડ્યો હતો. 

આરોપ અનુસાર રેલ્વે મંત્રીનાં પદ પર રહેવા દરમિયાન લાલુએ બીએનઆર રાંચી અને બીએનઆર પુરીની દેખરેખની જવાબદારી એક ખાનગી હોટલને સોંપી હતી. લાલુએ બદલામાં એક બેનામી કંપની દ્વારા ત્રણ એકરની મોંઘી જમીનની દલાલી લીધી હતી. આ હોટલનું નામ સુજાતા હોટલ છે. જેનો માલિકી હક વિનય અને વિજય કોચરની પાસે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news