સમુદ્રમાં તૈનાત થયું આ યુદ્ધ જહાજ, CDS જનરલ બિપિન રાવતે દુશ્મનોને આપી ચેતવણી

CDS જનરલ બિપિન રાવતે કહ્યુ કે, આપણે લદ્દાખ  (Eastern Ladakh)મા ચીનની સાછે છેલ્લા ઘણા મહિનાથી stand off ની સ્થિતિમાં છીએ. ચીન પોતાના તિબેટ વાળા ક્ષેત્રમાં ઘણી ગતિવિધિઓ કરી રહ્યું છે. પરંતુ આપણે તેનાથી પરેશાન નથી. 
 

સમુદ્રમાં તૈનાત થયું આ યુદ્ધ જહાજ, CDS જનરલ બિપિન રાવતે દુશ્મનોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ છેલ્લા 8 મહિનાથી પૂર્વી લદ્દાખમાં ચીન  (China)ની સાથે ચાલી રહેલ ગંભીર સૈન્ય તણાવ વચ્ચે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ  (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat)નું મોટુ નિવેદન સામે આવ્યુ છે. જનરલ રાવતે કહ્યુ કે, એલએસી પર ચીનના કોઈપણ દુસ્સાહસનો સામનો કરવા સેના દરેક પ્રકારે તૈયાર છે. 

હિમગિરિ યુદ્ધ જહાજનું થયું લોન્ચિંગ
જનરલ બિપિન રાવત સોમવારે કોલકત્તામાં નેવીના હિમગિરિ યુદ્ધ જહાજ ( Himgiri Ship)ના સમુદ્રમાં લોન્ચિંગ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા. જનરલ બિપિન રાવત  (Bipin Rawat)એ કહ્યુ કે, કોરોના મહામારી વચ્ચે આપણે આપણી રક્ષા તૈયારીઓને જાળવી રાખવા અને રક્ષા ઉત્પાદનના લક્ષ્યોને પૂરા કરવામાં સફળ રહ્યાં છીએ. આ એક મોટી સિદ્ધિ છે. 

ચીનનો સામનો કરવા સક્ષમ
CDS જનરલ બિપિન રાવતે કહ્યુ કે, આપણે લદ્દાખ  (Eastern Ladakh)મા ચીનની સાછે છેલ્લા ઘણા મહિનાથી stand off ની સ્થિતિમાં છીએ. ચીન પોતાના તિબેટ વાળા ક્ષેત્રમાં ઘણી ગતિવિધિઓ કરી રહ્યું છે. પરંતુ આપણે તેનાથી પરેશાન નથી. આપણે દરેક પ્રકારની સ્થિતિ માટે ખુદને તૈયાર કરી ચુક્યા છીએ. દેશની ધરતી, જલ અને આકાશની રક્ષા કરવામાં ત્રણેય સેનાઓ સંપૂર્ણ રીતે સક્ષમ છે. 

'PLA સ્થિતિને બગાડવાનો પ્રયાસ કરી રહી છે
રાવતે કહ્યુ કે, વર્ષ 2017મા પણ ડોકલામમાં આવી સ્થિતિ ઉભી થઈ હતી. અમને આશા છે કે આ વખતે સ્થિતિ એક બિંદુથી વધુ ખરાબ થશે નહીં. PLA સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અમે તેની પર કાર્યવાહી કરી રહ્યાં છીએ. 

સબમરીન અને વિમાન વાહક જહાજના કેટલાક ફાયદા-નુકસાન
નેવીને સબમરીન અને વિમાન વાહક જહાજ લેવાના મામલાના સવાલ પર બિપિન રાવતે કહ્યુ કે, આ બંન્નેના પોતાના ફાયદા અને નુકસાન છે. તેથી સમજી-વિચારી નિર્ણય લેવો પડશે કે આપણા માટે શું વધુ જરૂરી છે. તેમણે કહ્યું કે, નેવીને સમુદ્રમાં હવાઈ સુરક્ષા બનાવી રાખવા માટે એર વિંગની પણ જરૂર છે. અમે તેના પર પણ કામ કરી રહ્યાં છીએ. 

'ઇન્ટિગ્રેટેડ થવા પર પણ અસ્તિત્વ બનાવી રાખશે ત્રણેય સેના
બિપિન રાવતે કહ્યુ કે, દેશમાં ત્રણેય સેવાઓને 'ઇન્ટિગ્રેટેડ કરવાનું કામ પોતાની સ્પીડછઈ ચાલી રહ્યું છે. શરૂમાં આ મુદ્દા પર ત્રણેય દળોમાં કેટલીક શંકા હતી. પરંતુ સતત વાર્તા બાદ તે દૂર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, 'ઇન્ટિગ્રેટેડ સેવા બનવા છતાં ત્રણેય સેનાઓ પોતાનું અસ્તિત્વ અને ક્ષમતા બનાવી રાખશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news