તમે નખને મજબૂત અને સુંદર બનાવવા માંગો છો? તો ઘરે બેઠા બસ આટલું કરો
નખની માવજતમાં પોલિશ અને ફાઇલિંગ સિવાય બીજું પણ ઘણું હોય છે. નખમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ જેવી કે ટાઇપિંગ, ક્લિનિંગ વગેરેનો સામનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. નખ સ્વસ્થ અને સુંદર હોય તેની સાથે ચેપોની સામે લડવાની પણ ક્ષમતા હોવી જોઈએ. બાળકોના નખ ઘણી ઝડપથી વધે છે. ઉંમર વધવા સાથે આ દર ઘટતો જાય છે.
Trending Photos
હીના ચૌહાણ, અમદાવાદ: દરેક સ્ત્રી પોતાના નખ (Nails) ને ચીરા, તિરાડ, ડાઘરહિત, એક સરખા રંગના જોવા ઇચ્છતી હોય છે. તે પોતાના મજબૂત, લાંબા, સુંદર નખને પોલિશ કરવા માગે છે. જેથી તેના હાથોની સુંદરતા વધે. આ બાબતમાં વારસાગત પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમારા માતા-પિતાના નખ સ્વસ્થ, મજબૂત હશે તો એ વારસો તમને પણ મળશે. જો કે સૌદર્ય-નિષ્ણાંતો એ પણ ઉમેરે છે કે યોગ્ય જીવનશૈલી, ખાન-પાન, સંભાળ વગેરે દ્વારા નખને સ્વસ્થ, તંદુરસ્ત બનાવી શકાય છે.
નખને સુંદર અને હેલ્દી રાખવા માટે પાર્લર નહીં, પરંતુ પોષણ અને પ્રોટીનથી ભરપૂર આહારનું સેવન કરવું ફાયદાકારક માનવમાં આવે છે. નખને સુંદર બનાવવા માટે સૌ પ્રથમ નખની પાસેની ડાર્ક સ્કિન પર તમારે ધ્યાન આપવુ જોઈએ. કારણ કે, નખ સુંદર ત્યારે જ દેખાય છે. જ્યારે તમારી સ્કિન હેલ્ધી હોય છે. નખને સુંદર બનાવવા માટે આ સુપરહેલ્દી ફૂડ્સને પોતાની ડાયટમાં સામેલ કરો. તો આવો અમે તમને જણાવીએ કે, નખને સુંદર રાખવા માટે ક્યાં ફૂડ્સનું સેવન કરવું જોઈએ.
નખને મજબૂત અને આકર્ષક બનાવવા માટે આટલું કરો-
1. કોળાંના બીજ
કોળાના બી નખને પીળા અને ક્રેક થવાથી બચાવવાનું કામ કરે છે. નખને હેલ્દી રાખવા માટે જિંકનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે અને કોળાના બીમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક મળી આવે છે. જે તમને હેલ્થ અને નખ માટે લાભદાયક બની શકે છે. જેથી આપ બને એટલું વધારે કોળાના બીનું સેવન કરશો એટલા નખ સારા અને મજબૂત બનશે.
2. ઈંડુ
ઈંડાના વ્હાઈટ ભાગને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. નખને હેલ્દી રાખવા માટે સૌથી વધારે જરૂરી છે પ્રોટીનનો વપરાશ. નખને હેલ્દી રાખવા માટે તમારે ઈંડાનું વ્હાઈટ ભાગનો વપરાશ કરી શકો છે.
3. દહીં
દહીંને કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. દહીં સ્કીનને પોષણ આપવાની સાથે રંગતમાં પણ સુધારો લાવવાનું કામ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે નખને શાઈની બનાવવા અને ડેડ સ્કિનને હટાવી ગ્લોઈંગને વધારવામાં મદદ કરે છે.
4. દાળ
નખને મજબૂત બનાવવા માટે પોતાની ડાયટમાં દાળને સામેલ કરો. કારણ કે, દાળ ન માત્ર તમારા નખને, પરંતુ તમારી આખી હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાળમાં આયરન, ઝિંક, પ્રોટીન અને બાયોટિનના તત્વ હાજર હોય છે.
આ તમામ ઘરેલું ઉપાયથી તમે તમારા નખને મજબૂત અને સુંદર બનાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે