કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા સોનિયા ગાંધી, કેરળ થઈ કર્ણાટક પહોંચી કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ભારત જોડો યાત્રામાં જોડાયા. 21 દિવસ સુધી કર્ણાટકમાંથી પસાર થશે યાત્રા.
સોનિયા ગાંધીની ભારત જોડો યાત્રામાં એન્ટ્રી
21 દિવસ સુધી કર્ણાટકમાંથી પસાર થશે યાત્રા
કેરળ થઈ કર્ણાટક પહોંચી કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા
ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થઈ રહી છે યાત્રા
Trending Photos
મૈસુર: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારત જોડો યાત્રામાં એન્ટ્રી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો યાત્રા’ પર છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ગુરુવારે ભારત જોડો યાત્રામાં જોડાશે. તે કર્ણાટકના મૈસુર શહેરમાં પહોંચી ગયા છે. સોનિયા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે થોડો સમય પગપાળા ચાલશે.
આ યાત્રા 21 દિવસ સુધી કર્ણાટકમાંથી પસાર થશે. આ દરમિયાન તે રાજ્યમાં 511 કિલોમીટરનું અંતર કાપશે. કર્ણાટકમાં, આ યાત્રા ચામરાજનગર, મૈસુર, માંડ્યા, તુમકુરુ, ચિત્રદુર્ગ, બેલ્લારી અને રાયચુર જિલ્લામાંથી પણ પસાર થશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલીવાર ભાજપ શાસિત રાજ્યના માંડ્યા જિલ્લામાંથી ભારત જોડો યાત્રામાં જોડાઈ ચુક્યા છે. સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, જેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ટોચના દાવેદારોમાંના એક છે. તેઓ પણ આજે આ પદયાત્રામાં જોડાઈ ચૂક્યા છે.
#WATCH | Karnataka: Congress interim president Sonia Gandhi joins Congress MP Rahul Gandhi and other party leaders and workers during 'Bharat Jodo Yatra' in Mandya district pic.twitter.com/iSXNW8zciV
— ANI (@ANI) October 6, 2022
સોનિયા ગાંધીએ લાંબા સમયથી પાર્ટીના કોઈપણ જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પાંચ મહિનાની ભારત જોડો યાત્રાના 26માં દિવસે તે તેમાં જોડાવા જઈ રહી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી 7 ઓક્ટોબરે પદયાત્રામાં જોડાય તેવી શક્યતા છે. ગયા મહિને કન્યાકુમારીથી યાત્રા શરૂ કરનાર રાહુલ ગાંધી સતત પગપાળા ચાલી રહ્યા છે. આ યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકના ગુંડલુપેટથી કેરળ થઈને રાજ્યમાં શરૂ થઈ છે.
કર્ણાટકમાં પ્રવેશ સાથે આ યાત્રા નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલીવાર છે જ્યારે આ યાત્રા ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થઈ રહી છે. અગાઉ આ યાત્રા તમિલનાડુ અને કેરળ થઈને ગઈ હતી, જ્યાં ભાજપની સરકાર નથી. નોંધપાત્ર રીતે, કન્યાકુમારીથી શ્રીનગર સુધીની આ 3,570 કિલોમીટર લાંબી કૂચ પાંચ મહિનાના ગાળામાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે