ક્રિશ્ચન મિશેલના આગમનથી એક પરિવારની ઊંઘ ઉડી ગઈ, કોંગ્રેસનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયોઃ ભાજપ

ભાજપે જણાવ્યું કે, મોદી સરકારનાં પ્રયાસોને કારણે જ અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના વચેટિયા ક્રિશ્ચન મિશેલનને ભારત લાવી શકાયો છે, જોકે તેનાથી કોંગ્રેસને ઘણું દુઃખ પહોંચ્યું છે

ક્રિશ્ચન મિશેલના આગમનથી એક પરિવારની ઊંઘ ઉડી ગઈ, કોંગ્રેસનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયોઃ ભાજપ

નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં કથિત વચેટિયા ક્રિશ્ચન મિશેલ અંગે કોંગ્રેસ પર નિશાન તાકતા ભાજપે ગુરૂવારે આરોપ લગાવ્યો કે, મિશેલના પ્રત્યાર્પણ બાદ કોંગ્રેસ પોતાના બચાવમાં આવી ગઈ છે, જેથી એક પરિવારને તેની તપાસના પ્રભાવથી બચાવી શકાય. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, "મિશેલના આગમનથી એક પરિવારની ઊંઘ ઉડી ગઈ છે. કોંગ્રેસનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે."

સંબિત પાત્રાએ જણાવ્યું કે, મોદી સરકારનાં પ્રયાસોને કારણે જ અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના વચેટિયા ક્રિશ્ચન મિશેલનને ભારત લાવી શકાયો છે, જોકે તેનાથી કોંગ્રેસને ઘણું દુઃખ પહોંચ્યું છે. મિશેલના મુદ્દે કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો કરાઈ રહ્યા છે તેનાથી તેનો બેવડો ચહેરો જાહેર થઈ ગયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી કોર્ટમાં દલીલો રજૂ કરી હતી કે ક્રિશ્ચન મિશેલને રિમાન્ડની જરૂર નથી. 

ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, "એ.કે. જોસેફે ગઈકાલે જણાવ્યું કે, 'કોઈએ' તેને કેસલડવા જણાવ્યું છે. તેમણે માગ કરી કે કોંગ્રેસ આ બાબતનો જવાબ આપે કે એક 'કોઈ' કોણ છે. તેમણે આરોપ લગાવ્યો કે, 10 જનપથની ઈચ્છા છે કે તેમના પોતાના લોકો મિશેલના સંપર્કમાં રહે."

ક્રિશ્ચન મિશેલના બધા જ વકીલો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે 
સંબિત પાત્રાએ સવાલ કર્યો કે, શું એ સંયોગની વાત નથી કે ક્રિશ્ચન મિશેલના તમામ વકીલોનો કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ છે. અલ્જો જોસેફ ઉપરાંત મિશેલના બે અન્ય વકીલ પણ કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. 

તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસનો હાથ ક્રિશ્ચન મિશેલના બચાવની સાથે છે. એક બાબત સ્પષ્ટ છે કે ક્રિશ્ચન મિશેલને બચાવવા માટેના ભરપૂર પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે." ભાજપના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, ક્રિશ્ચન મિશેલના કેસ સાથે જોડાયેલા એક વકીલને પક્ષમાંથી હાંકી કાઢવો એ કોંગ્રેસનું એકમાત્ર નાટક છે. તેમણે ભાર મુકીને જણાવ્યું કે, કોંગ્રેસ અગાઉ પણ મણિશંકર ઐયર જેવા નેતાઓ પર કાર્યવાહી કર્યા બાદ તેમને બઢતી આપી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news