વિપક્ષનો દાવો: EVM પર માત્ર ભાજપનાં ચિન્હની નીચે જ દેખાય છે પાર્ટીનું નામ
પશ્ચિમ બંગાળનાં બૈરકપુર લોકસક્ષા ક્ષેત્રમાં માત્ર ભાજપનાં ચૂંટણી ચિન્હ નીચે જ પાર્ટીનું નામ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હોવાનો દાવો કર્યો
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળનાં બૈરકપુર લોકસક્ષા ક્ષેત્રમાં ઇવીએમ પર માત્ર ભાજપના ચૂંટણી ચિન્હ નીચે પાર્ટીનું નામ સ્પષ્ટ રીતે દેખાવાનો દાવો કર્યો અને આ અંગે શનિવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી. બંન્ને પાર્ટીઓએ એખ પ્રતિનિધિમંડળને આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડા સાથે મુલાકાત કરી અને આગ્રહ કર્યો કે ચૂંટણીનાં બાકી રહેલા તબક્કા માટે એવી ઇવીએમને બદલવામાં આવે અથવા ફરી બીજી પાર્ટીઓનાં ચૂંટણી ચિન્હ નીચે પણ નામ સ્પષ્ટ રીતે નામ આલેખવામાં આવે.
Abhishek Manu Singhvi, Congress after meeting Election Commission along with other opposition parties: On EVMs, the letters BJP are visible under party's symbol. No party can use the party's name and its symbol together. pic.twitter.com/GhlNq8urx0
— ANI (@ANI) April 27, 2019
આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને અભિષેક મનુ સિંધવી તથા તૃણમુલ કોંગ્રેસનાં ડેરેક ઓ બ્રાયન અને દિનેશ ત્રિવેદીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રવક્તા સિંધવીએ પત્રકારોને કહ્યું કે, ઇવીએમનાં ઉપર ભાજપનું નામ તેના ચૂંટણી ચિન્હની નીચે સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. બીજી પાર્ટીઓનાં નામ તેમના ચૂંટણી ચિન્હની નીચે દેખાઇ નથી રહ્યા.
તેમણે કહ્યું કે, અમે ચૂંટણી પંચને અપીલ કરી છે કે આવા મશીનોને હટાવવામાં આવે અથવા સુનિશ્ચિત કરવામાં આવે બીજી પાર્ટીઓનાં નામ પણ આ મશીનો પર સ્પષ્ટ રીતે દેખાયા હતા. બેરકપુરથી તૃણમુલ કોંગ્રેસનાં ઉમેદવાર દિનેશ ત્રિવેદીએ દાવો કર્યો કે અહીં જનતા સાથે સ્પષ્ટ રીતે છેતરપીંડી છે અને ઇવીએમને હેક કરવાનો પ્રયાસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે