Cash Limit for Home: સાંસદ ધીરજ સાહુ ઘરમાં કેશ રાખીને ફસાઈ ગયા, જાણો ઘરમાં તિજોરીઓમાં રોકડ રાખવાના શું છે નિયમો?

Cash Limit for Home: આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરેથી 351 કરોડથી વધુ કેશ મળી આવી. ત્યારે તમને સવાલ થાય કે ઘરમાં કેટલી કેશ રકમ રાખવાનો તમને હક છે. શું તેની કોઈ લિમિટ છે? જો કોઈ લિમિટ હોય તો તેનાથી વધુ કેશ ઘરમાંથી પકડાય તો શું સજા થાય? કેટલો દંડ લાગે? આ સવાલોના સરળ ભાષામાં જવાબ સમજીએ. 

Cash Limit for Home: સાંસદ ધીરજ સાહુ ઘરમાં કેશ રાખીને ફસાઈ ગયા, જાણો ઘરમાં તિજોરીઓમાં રોકડ રાખવાના શું છે નિયમો?

આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પહેલીવાર સામે આવ્યા. કાર્યવાહી દરમિયાન તેમના ઘરેથી 351 રૂપિયાથી વધુ કેશ મળી આવતા હડકંપ મચી ગયો છે. તેઓ પહેલીવાર મીડિયા સામે આવ્યા અને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે તમામ પૌસો તેમનો અને તેમના પરિવારનો છે. પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમની પાસે દરેક વાતનો જવાબ છે. આ સમાચાર વાંચીને તમને પણ નવાઈ લાગશે કે ઘરમાં કેટલી કેશ રકમ રાખવાનો તમને હક છે. શું તેની કોઈ લિમિટ છે? જો કોઈ લિમિટ હોય તો તેનાથી વધુ કેશ ઘરમાંથી પકડાય તો શું સજા થાય? કેટલો દંડ લાગે? આ સવાલોના સરળ ભાષામાં જવાબ સમજીએ. 

ધીરજ સાહુ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા
કરોડો  કેશ ઘરની તિજોરીઓમાં રાખનારા કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુએ દરોડામાં પકડાયેલી કેશ રકમ  વિશે સફાઈ આપતા કહ્યું કે હું સ્વીકારું છું કે જે પૈસા મળી આવ્યા તે મારી  ફર્મના છે. જે કેશ મળી તે  મારી દારૂ ફર્મો સંબંધિત છે. આ પૈસાનો કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. જેમ કહેવાઈ રહ્યું છે તમામ પૈસા મારા નથી. આ મારા પરિવાર અને અન્ય સંબંધિત ફર્મોના છે. ઘરમાં કેશ  રાખવાના અને તેના લેવડદેવડ વિશે નિયમો પણ જાણીએ. 

ઘરમાં કેટલી કેશ રાખી શકાય?
દેશમાં કાળા નાણા અને ટેક્સ ચોરીને પહોંચી વળવા માટે કેશ પઝેશન અને ટ્રાન્ઝેક્શન સંલગ્ન અનેક નિયમો છે. જો તમે ઘરમાં મોટી રોકડ રકમ રાખી મૂકો તો તમારે એ વાત જાણવી જરૂરી છે કે તેને લઈને કોઈ લિમિટ નથી. આવકવેરા એક્ટ મુજબ ઘર પર કેશ રાખવા અંગે કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. જો તમે સક્ષમ હોવ તો જેટલી ઈચ્છા હોય તેટલી રોકડ રકમ ઘર પર રાખી શકાય. બસ એ વાત યાદ રાખવી જોઈએ કે તમારી પાસે પાઈ-પાઈનો હિસાબ હોવો જોઈએ. જો તમારી પાસે ખુબ કેશ હોય અને આવકવેરાની રેડ પડે તો તમારે તેના દરેક સોર્સની જાણકારી આપવી પડે. જો તમે આમ કરશો તો તમે ધારો  એટલી કેશ ઘરમાં રાખી શકશો. 

સોર્સ વગર કેટલો દંડ?
જો તમારા ઘરે આઈટીની રેડ પડે અને તમે તેનો સોર્સ બતાવવાની સાથે સાથે આઈટીઆર ડેક્લેરેશન દેખાડી દો તો કોઈ મુશ્કેલી આવતી નથી. પરંતુ યાદ રાખજો કે જે પણ પૈસા તમારી પાસે હોય તેમાં આવકવેરાની ચોરી હોવી જોઈએ નહીં. જો આમ બન્યું તો તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. નોટબંધી બાદ આઈટી ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કરી દીધુ હતું કે જો કોઈના ઘરેથી અનડિસ્ક્લોઝ કેશ મળી આવે તો તેણે કુલ મળી આવેલી રોકડના 137 ટકા સુધી ટેક્સ લાગી શકે છે. 

કેશ લેવડદેવડ સંલગ્ન જરૂરી નિયમો
- સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના નિયમ મુજબ એક સમયે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ડિપોઝિટ કરવા કે કાઢવા માટે પાન કાર્ડ રજૂ કરવું જરૂરી છે. 

- જો તમે એક ફાઈનાન્શિયલ યરમાં 20 લાખથી વધુ કેશ ડિપોઝિટ કરો તો પાન અને આધાર કાર્ડ દેખાડવું જરૂરી છે. આમ ન કરવાથી દંડ થઈ શકે છે. 

- જો તમે બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુ કેશ કાઢો તો તેના પર 2 ટકા ટીડીએસ ભરવો પડે. 

- કઈ પણ ખરીદવું હોય તો 2 લાખથી વધુની ચૂકવણી કેશમાં કરી શકાય નહીં. જો તમારે કરવી હોય તો પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ દખાડવું જરૂરી છે. 

- જો તમે કોઈ પ્રોપર્ટી કે ચીજ ખરીદવામાં 30 લાખથી વધુ કેશનું પેમેન્ટ કરો તો તમારી વિરુદ્ધ તપાસ થઈ શકે છે. 

- જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી એક વખતમાં એક લાખથી વધુ ટ્રાન્ઝેક્શન કરો તો પણ તેના પર તપાસ થઈ શકે છે. 

- કોઈની પણ પાસેથી 20 હજારથી વધુ કેશ રૂપે લોન લઈ શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news