Corona ના ઈલાજ માટે કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન, દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા હવે આ નિયમ પડશે લાગૂ
Corona Treatment Guidelines: કોરોનાના ઈલાજ (Corona Treatment) માટેના નિયમોમાં કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પડી દીધી છે.
- બદલાઈ ગયા કોરોનાની સારવારના નિયમો
- કેન્દ્ર સરકારે હવેથી લાગૂ કરી દીધી નવી ગાઈડલાઈન
- હોસ્પિટલમાં ભર્તી થવું હશે લાગૂ પડશે નવો નિયમ
Trending Photos
નવી દિલ્લીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરની કારણે સ્થિતિ ખુબ જ વિકટ બનતી જાય છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે હોસ્પિટલમાં દર્દીને દાખલ થવા માટે પણ ખાસ નિયમ લાગૂ કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલમાં દાખલ થવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત દર્દીઓને મોટી રાહત મળશે. હવેથી હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીનું કોરોના પોઝિટિવ હોવાનું જરૂરી નથી. હોસ્પિટલમાં ભર્તી થવા માટે હવે COVID-19 Postive Test Report ની કોઈ જરૂર નહીં પડે. દર્દીને ત્વરીત સારવાર મળી રહે તે આશયથી આ બદલાવ કરાયો છે.
Union Health Ministry revises national policy for admission of COVID patients to COVID facilities; requirement of a positive test for COVID-19 virus is not mandatory for admission to a COVID health facility pic.twitter.com/odbcXo8iI4
— ANI (@ANI) May 8, 2021
જરૂરિયાત મુજબ આપવાની રહેશે દવાઓઃ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને CCC, DCHC કે DHC વોર્ડમાં ભર્તી કરવામાં આવશે. ભલે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ ન આવ્યો હોય. કોઈપણ દર્દીને કોઈપણ હોસ્પિટલમાં સારવારની સેવા આપવાથી મનાઈ નહીં કરી શકાય. દર્દીને ઓક્સીજન અને આવશ્યક દવાઓ આપવામાં આવશે ભલે તે દર્દી કોઈપણ શહેરનો રહીશ હોય.
Oxygen Crisis પર Supreme Court ની લાલ આંખ, ટાસ્ક ફોર્સની રચના કરવા આદેશ
આઈડી કાર્ડના આધારે દર્દીને નહીં કરી શકાય મનાઈઃ
કોઈપણ દર્દીને એ આધાર પર ઈલાજ કરવાથી મનાઈ નહીં કરી શકાય કે તેની પાસે જે શહેરમાં ભર્તી થઈ રહ્યો છે ત્યાં નું કોઈ ઓળખપત્ર કે આઈકાર્ડ નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છેકે, દર્દીને હોસ્પિટલમાં દાખલ તેની હાલત અને જરૂરિયાતના આધારે કરવામાં આવશે નહીં કે તાના રિપોર્ટ અને તેના નિવાસસ્થાનને ધ્યાને રાખીને. નિયમોમાં આ પ્રકારના ફેરફારથી દર્દીઓને મોટી રાહત મળશે.
(INPUT: ANI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે