Coronavirus થી થતા મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ હજુ પણ કેરળ સહિત કેટલાક રાજ્યો ચિંતાનો વિષય બની રહ્યા છે.

Coronavirus થી થતા મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ હજુ પણ કેરળ સહિત કેટલાક રાજ્યો ચિંતાનો વિષય બની રહ્યા છે. આજે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ નવા કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,649 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,16,13,993 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,08,920 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 37,291 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,07,81,263 થઈ છે. 

એક દિવસમાં 593 દર્દીઓના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 593 દર્દીઓનો મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,23,810 પર પહોંચી ગયો છે. 

Total cases: 3,16,13,993
Active cases: 4,08,920
Total recoveries: 3,07,81,263
Death toll: 4,23,810

Total vaccination: 46,15,18,479 pic.twitter.com/ZwC3fUVTu4

— ANI (@ANI) July 31, 2021

ઝડપથી ચાલી રહ્યું છે રસીકરણ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 46,15,18,479 ડોઝ અપાયા છે. દેશમાં ઝડપથી કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે ગઈ કાલે ભારતમાં કોરોનાના નવા 44,230 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 555 દર્દીઓના મોત થયા હતા. દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના વધતા કેસ ચિંતાજનક છે. કેરળમાં સતત કેસ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ નવા કેસમાંથી લગભગ અડધા કરતા વધુ કેસ એકલા કેરળમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે કેરળમાં 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા. આ અગાઉ બુધવારે 22,056  અને મંગળવારે પણ 22,129 કેસ નોંધાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news