ઓડિશાના કોરોના દર્દીનો ચિંતા વધારનારો ખુલાસો- ટ્રેનમાં 100થી વધુ યાત્રીકોના સંપર્કમાં આવ્યો

ભારતમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 131 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ ચુકી છે. આ વચચ્ચે ભુવનેશ્વર એક્સપ્રેસમાં કોવિડ-19નો દર્દી મળવાની માહિતી છે. 

ઓડિશાના કોરોના દર્દીનો ચિંતા વધારનારો ખુલાસો- ટ્રેનમાં 100થી વધુ યાત્રીકોના સંપર્કમાં આવ્યો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 131 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ અને 3 લોકોના મોત થયા છે. આ વચ્ચે ભુવનેશ્વર એક્સપ્રેસમાં કોવિડ-19થી સંક્રમિત યાત્રી મળવાના સમાચાર છે. જાણકારી પ્રમાણે તે 129 લોકોના સંપર્કમાં આવ્યો, જેમાં 76 સહ-યાત્રી હતા. તેની ટ્રાવેલ હિસ્ટ્રી પ્રમાણે તે ઇટાલીથી પરત ફર્યો હતો. ત્યારબાદ રેલવેના ટીટીઈ સહિત અન્ય સ્ટાફને સેલ્ફ ક્વારેન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા છે. 

સૂત્રો પ્રમાણે રેલવેએ ભુવનેશ્વર રાજધાનીના કેટરિંગ સ્ટાફના 2 કર્મચારીઓને ઓડિશાની એક હોસ્પિટલમાં મોકલ્યા છે. બે દિવસ પહેલા ઇટાલીથી પરત ફરેલા એક યાત્રીએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. રાજધાનીના એક કોચને ઓડિશામાં અલગ કરી દેવામાં આવ્યો છે. વેટરે રેલવે અધિકારીઓને જણાવ્યું કે, તે ટ્રેનમાં એક યાત્રીને મળ્યો હતો, જેની તબિયત ખરાબ હતી.

દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે તમામ શાળાઓ, સિનેમા, મલ્ટીપ્લેક્સ અને પ્રવાસન સ્થળોને 2 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું, સીએમ યોદી આદિત્યનાથે તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓને 2 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તમામ પરીક્ષાઓ પણ 2 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

Coronavirus in India: કોરોના વાયરસને કારણે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 રૂપિયા કરાયો   

દિલ્હીની નજીક આવેલા નોઇડામાં પણ કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. નોઇડાના સેક્ટર-100માં એક મહિલા અને એક પુરૂષ કોરોના વાયરસથી પોઝિટિવ મળ્યા છે. બંન્નેને તેની ફેમિલીની સાથે ક્વારેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધી તમામ જીમ, નાઇટ ક્લબને બંધ કરાવી દીધા છે. 50થી વધુ લોકોને એક સ્થળે ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેજરીવાલે બની શકે તો લગ્ન સમારોહ પણ ટાળવાની અપીલ કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news