ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9000ને પાર, 308 લોકોના મૃત્યુ, જુઓ રાજ્યવાર સ્થિતિ

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના મામલામાં બીજું સ્થાન રાજધાની દિલ્હીનું છે, જ્યાં 1154 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી આ જીવલેણ વાયરસે 24 લોકોના જીવ લીધા છે.

 ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9000ને પાર, 308 લોકોના મૃત્યુ, જુઓ રાજ્યવાર સ્થિતિ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 35 લોકોના મૃત્યુ થયા છે, જેથી ભારતમાં મોતનો કુલ આંકડો 308 પર પહોંચી ગયો છે. તો 856 લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાંથી આઝાદ પણ થઈ ચુક્યા છે. દેશમાં આ સમયે કોરોના વાયરસના 7987 સક્રિય મામલા છે. દેશમાં અત્યાત સુધી સૌથી વધુ કોરોના પીડિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 1986 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો 149 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અનેક પગલાં ભર્યા છે. 

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના મામલામાં બીજું સ્થાન રાજધાની દિલ્હીનું છે, જ્યાં 1154 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી આ જીવલેણ વાયરસે 24 લોકોના જીવ લીધા છે. પરંતુ 27 લોકો સ્વસ્થ થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના મોટા ભાગના કેસ તબલિગી જમાત સાથે જોડાયેલા છે. આ વચ્ચે જાકિર નગરની ગલી નં-18ને એક કોવિડ-19 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા બાદ જાકિર નગરના બાકી ભાગને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. 

તો તમિલનાડુમાં પણ કોરોના સંક્રમણના મામલા મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. અહીં 1043 કેસ સામે આવ્યા અને 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. સારી વાત છે કે અહીં 50 લોકો સ્વસ્થ પણ થયા છે. આ વચ્ચે મદુરૈના થબલ થાન્તિ નગરને કોવિડ 19 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ક્ષેત્રમાં લોકોના આવવા-જવા પર પ્રતિબંધ છે. 

  રાજ્ય કોરોનાદર્દી મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 427 11 7
2 આંદામાન નિકોબાર 11 10 0
3 અરુણાચલ પ્રદેશ 1 0 0
4 આસામ 29 0 1
5 બિહાર 64 19 1
6 ચંદીગ. 21 7 0
7 છત્તીસગ. 31 10 0
8 દિલ્હી 1154 27 24
9 ગોવા 7 5 0
10 ગુજરાત 516 44 25
11 હરિયાણા 185 29 3
12 હિમાચલ પ્રદેશ 32 13 1
13 જમ્મુ કાશ્મીર 245 6 4
14 ઝારખંડ 19 0 2
15 કર્ણાટક 232 57 6
16 કેરળ 376 179 2
17 લદાખ 15 10 0
18 મધ્યપ્રદેશ 564 0 36
19 મહારાષ્ટ્ર 1985 217 149
20 મણિપુર 2 1 0
21 મિઝોરમ 1 0 0
22 ઓડિશા 54 12 1
23 પુડ્ડુચેરી 7 1 0
24 પંજાબ 151 5 11
25 રાજસ્થાન 804 21 3
26 તામિલનાડુ 1043 50 11
27 તેલંગાણા 504 43 9
28 ત્રિપુરા 2 0 0
29 ઉત્તરાખંડ 35 5 0
30 ઉત્તરપ્રદેશ 483 46 5
31 પશ્ચિમ બંગાળ 152 29 7
  કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ 9152* 857 308

21 દિવસના લૉકડાઉનનું કાઉન્ટડાઉન! PMOના આદેશ પર આજથી મંત્રીઓ ઓફિસથી શરૂ કરશે કામ  

થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણના મામલા ઝડપથી વધ્યા હતા. ત્યારે એમ લાગી રહ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા રાજ્યમાં વધુ થઈ શકે છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી અહીં સ્થિતિ કાબુમાં છે. અહીં કોરોના સંક્રમણના 804 મામલા સામે આવી ચુક્યા છે અને માત્ર 3 લોકોના નિધન થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news