Coronavirus New Variants: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા બે સ્ટ્રેન મળ્યા, ICMRએ કહી આ વાત

આઈસીએમઆર  (ICMR) એ જણાવ્યું કે, આ સ્ટ્રેન કેસમાં વધારાનું કારણ નથી પરંતુ હજુ સુધી સરકારને તે સવાલનો જવાબ મલ્યો નથી કે ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરનું કારણ શું છે. સરકાર પ્રમાણે સાચા કારણ માટે એક્સપર્ટના રિપોર્ટની રાહ જોવી પડશે. 
 

Coronavirus New Variants: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા બે સ્ટ્રેન મળ્યા, ICMRએ કહી આ વાત

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા 2 સ્ટ્રેન (New Variants Of Coronavirus) પકડમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે  Indian Sars-Cov-2 Genomics Consortium નામની કમિટી બનાવી હતી. આ કમિટીએ ભારતમાં 3500 સેમ્પલ જોયા. જેમાંથી પહેલા યૂકે સ્ટ્રેનના આસરે 187 કેસ સામે જોવા મળ્યા છે. તો સાઉથ આફ્રિકા સ્ટ્રેનનું સંક્રમણ 6 લોકોમાં જોવા મળ્યું છે. બ્રાઝિલ સ્ટ્રેનથી સંક્રમિત એક વ્યક્તિ જોવા મળ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રમાં ચોથા તથાત પાંચમાં બે નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. આ રીતે અત્યાર સુધી કુલ 5 સ્ટ્રેન પકડમાં આવ્યા છે. 

નવો સ્ટ્રેન છે મહારાષ્ટ્રમાં વધતા કેસનું કારણ?
મહારાષ્ટ્રમાં વધતા કેસમાં બીજા સ્થાને છે અને કેરલ પ્રથમ સ્થાને. તેવામાં કોરોનાના નવા બે સ્ટ્રેન  (New Variants Of Coronavirus) મળ્યા બાદ તે વાતની આશંકા લગાવવામાં આવી રહી છે કે કોરોના વાયરસ (Coronavirus) ના આ નવા પ્રકારને કારણે મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યોમાં પાછલા દિવસોમાં કેસ વધી રહ્યાં છે. શરૂઆતી તબક્કામાં સરકાર આ વાતનો ઇનકાર કરી રહી છે. આઈસીએમઆર  (ICMR) એ જણાવ્યું કે, આ સ્ટ્રેન કેસમાં વધારાનું કારણ નથી પરંતુ હજુ સુધી સરકારને તે સવાલનો જવાબ મલ્યો નથી કે ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરનું કારણ શું છે. સરકાર પ્રમાણે સાચા કારણ માટે એક્સપર્ટના રિપોર્ટની રાહ જોવી પડશે.

શું કહેવું છે સ્વાસ્થ્ય મંત્રાલયનું
સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) પ્રમાણે 'અમે સ્ટ્રેનની સાથે-સાથે તે પણ જોઈ રહ્યાં છીએ કે આ મ્યૂટેશન (Mutations) ની અસર શું થઈ રહી છે? હાલ અમે કહી શકીએ કે આ વિશે ડરવાની જરૂર નથી પરંતુ તે ન કહી શકાય કે નવા સ્ટ્રેનને કારણે કેસ વધી રહ્યાં છે.' સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ સ્પષ્ટ કર્યુ કે કોરોના વેક્સિન (Corona Vaccine) ના ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવશે કે નહીં, હજુ તેના પર એક્સપર્ટ ગ્રુપ ડેટાનો અભ્યાસ કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે હાલના નિયમ પ્રમાણે ભારતમાં 28 દિવસના અંતર પર વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવે છે. 

આંકડામાં વેક્સિનેશનની સ્થિતિ
કુલ વેક્શિનેશનઃ 1 કરોડ 17 લાખ 54 હજાર 788
પ્રથમ ડોઝઃ  1,04,93,205 
બીજો ડોઝઃ 12,61,583  

આંકડામાં કોરોનાની સ્થિતિ
1.5 ટકાથી પણ ઓછા એક્ટિવ કેસ
21 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચુક્યા છે. 

ક્યાં છે સૌથી વધુ કેસ?
કેરલ અને મહારાષ્ટ્રમાં દેશના 75 ટકા કેસ. કેરલમાં 38 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા આ સિવાય કર્ણાટકમાં 4 તથા તમિલનાડુમાં કોરોનાના 2.8 ટકા કેસ છે. આ રાજ્યોમાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી છે. ટીમ તપાસ કરી રહી છે કે આખરે કેસ વધવાનું કારણ શું છે. આ સિવાય પંજાબમાં પણ કેસ વધી રહ્યાં છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news