Coronavirus Update: કોરોનાના નવા કેસમાં મોટો ફેરફાર, 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત

કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડા સાથે જ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 1 લાખ 39 હજાર 792 થઇ ગઇ છે. 

Coronavirus Update: કોરોનાના નવા કેસમાં મોટો ફેરફાર, 24 કલાકમાં આટલા લોકો થયા સંક્રમિત

Coronavirus New Cases in India: ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે અને ગત 24 કલાકમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 13 હજાર 734 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોવિડ 19ના કુલ સંક્રમિતોની સંખ્યા 4 કરોડ 40 લાખ 50 હજાર 9 થઇ ગઇ છે. 

2 દિવસમાં કોરોનાના નવા કેસમાં આવ્યો મોટો ઘટાડો
દેશમાં કોવિડ 19 ના નવા કેસમાં ગત 2 વર્ષમાં મોટો ઘટાડો આવ્યો છે. આ પહેલાં સોમવારે કોરોના વાયરસના 16464 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે રવિવારે 19673 કેસ નોંધાયા હતા. 

એક્ટિવ દર્દીઓની સંખ્યા થઇ 1.4 લાખથી વધુ
કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડા સાથે જ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે 1 લાખ 39 હજાર 792 થઇ ગઇ છે. 

દિલ્હીમાં કોરોનાના 822 નવા કેસ સામે આવ્યા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના સંક્રમણના 822 નવા કેસ સામે આવ્યા, જેથી સંક્રમ્ણ દર વધીને 11.41 ટકા પર પહોંચી ગયો, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં સોમવારે કોવિડ 19 થે બે લોકોના મોત થયા. ત્યારબાદ મહામારીના લીધે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 26313 પર પહોંચી ગઇ છે. 822 નવા દર્દી મળવાથી દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂકેલા લોકોનો આંકડો વધીને 19,56,593 થઇ ગયો. 

છ મહિનામાં સર્વાધિક સ્તર પર પહોંચી ગયો સંક્રમણ દર
આંકડા અનુસાર દિલ્હીમાં સંક્રમણ દર વધીને 11.41 ટકા પર પહોંચી ગયો છે, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં 24 જાન્યુઆરીના સંક્ર્મણ દર 11.79 ટકા નોંધાયો હતો. દિલ્હીમાં રવિવાર સુધી સતત પાંચ દિવસથી એક હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 1,263 દર્દીઓમાં કોવિડ 19ની પુષ્ટિ થઇ હતી અને સંક્રમ્ણ 9.35 ટકા રહ્યો હતો. 

ભારતમાં ઓમીક્રોનના સૌથી વધુ કેસ
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ત અને તેના સબ વેરિએન્ટથી સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક કેસ સૌથી વધુ સંક્રમણ બીએ.2.75 સબ વેરિએન્ટના પણ મળી આવ્યા છે. ઇન્ડીયન સોસ-સીઓવી-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (આઇએનએસએસીઓજી)એ જાણકારી આપતાં કહ્યું કે બીએ.2.75 સબ વેરિએન્ટના પ્રસાર પર દરેક રાજ્યમાં બારીકાઇથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ આઇએનએસએસીઓજીએ પોતાના બુલેટીનમાં કહ્યું કે ઓમિક્રોન અને તેના સબ વેરિએન્ટના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને મોટાભાગે બીએ.2 અને બીએ.2.38 સબ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news