પોલીસ અધિકારીએ અડધી રાતે વીડિયો કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!

Video Calling: આ ઘટના છે વસ્તીની દ્રષ્ટ્રીએ દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશની. યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અડધી રાતે એક ચોકીના ઈન્ચાર્જે મહિલાને ફોન કરીને કહ્યું, 'મને વોટ્સએપ પર વીડિયો કોલ કરો. તમારા કપડાં ઉતારો અને તમારી છાતી બતાવો, હું તમારો કેસ પૂરો કરીશ.

પોલીસ અધિકારીએ અડધી રાતે વીડિયો કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!

Video Calling: સામાન્ય રીતે આપણને કોઈપણ વ્યક્તિ હેરાન કરતુ હોય કે આપણી સાથે કોઈ ગુનાઈત કૃત્ય બને તો આપણે પોલીસને ખબર કરતા હોઈએ છીએ. આપણાં સંવિધાન અને દેશના કાયદા મુજબ આપણને એવો વિશ્વાસ હોય છેકે, પોલીસ નિષ્પક્ષ રહીને આ મામલાની તપાસ કરશે. અને આપણને ન્યાય મળશે. જોકે, ઉત્તર પ્રદેશનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેને વાંચ્યા બાદ તમે અચરજમાં પડી જશો. પોલીસ તંત્ર સામે પણ આ કિસ્સો સવાલો ઉભા કરે છે.

દિવસ પુરો થયો અને રાત ઘેરાઈ રહી હતી. બધા પોતાના ઘરે જઈને જમી પરવારીને સુઈ ગયા હતાં. પોલીસની નોકરી એવી છેકે, જેની ડ્યુટી હોય તેણે જાગવું પડે. ત્યાં તો ફરજ પરના પોલીસ ઈન્સ્પેક્ટરને ઉંઘ નહીં આવતી હોય એટલે એણે એક વિચિત્ર કામ કર્યું જે સાંભળીને તમારી ઉંઘ પણ હરામ થઈ જશે. ઈન્સ્પેક્ટરે અડધી રાત્રે મહિલાને કોલ કરીને કહ્યું તારા કપડાં ઉતારીને મને બધુ બતાવ.

આ ઘટના છે વસ્તીની દ્રષ્ટ્રીએ દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશની. યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અડધી રાતે એક ચોકીના ઈન્ચાર્જે મહિલાને ફોન કરીને કહ્યું, 'મને વોટ્સએપ પર વીડિયો કોલ કરો. તમારા કપડાં ઉતારો અને તમારી છાતી બતાવો, હું તમારો કેસ પૂરો કરીશ. તું મને જોઈએ છે'. પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વિચિત્ર ફોન કોલ સાંભળીને મહિલા બે ઘડી અવાક રહી ગઈ. શું કરવું અને શું ન કરવું તેનો હોશકોશ ન રહ્યો. 

થોડીવાર બાદ મહિલાએ સ્વચ્થ થઈને સમગ્ર મામલા અંગે પોલીસમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ નોંધાવી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુંકે, કેવી રીતે ફરજ પરના એક પોલીસ અધિકારીએ તેને કોલ કરીને ત્યાર બાદ તેની સાથે બિભત્સ માંગણીઓ કરી હતી. આ ઘટનાની ફરિયાદ થતાં જ ઉચ્ચસ્તરેથી તપાસ કરવામાં આવી. અને ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે મહિલાને કોલ કરીને આવી બિભત્સ માંગણી કરનારા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં.

યૂપીના કાનપુર જિલ્લામાં આવેલાં બિલ્હૌર વિસ્તારની આ ઘટના છે. અહીં રહેતી એક મહિલા તેના પારિવારિક વિવાદને કારણે ચોકીના ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહને મળી હતી. જ્યારે મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચી તો ઈન્સ્પેક્ટરે તેને કહ્યું કે હું રાત્રે ફોન કરીશ, પછી કહેજો કે આરોપ શું છે. આ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી હતી.

તમારા કપડાં ઉતારો અને છાતીનો ભાગ બતાવો-
ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહે મહિલાને 26 માર્ચે મધરાતે 12.30 વાગ્યે કોલ કર્યો હતો. ઈન્સ્પેક્ટરે મહિલાને કહ્યું કે હું તમારો કેસ જોઈ રહ્યો છું. આ પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તમને વીડિયો કોલ કરી રહ્યો છું. તમારા કપડાં ઉતારો અને તમારી છાતી બતાવો. હું તમારા બધા કેસ ખતમ કરી દઈશ. આ સાંભળીને મહિલા સ્તબ્ધ થઈ ગઈ.

ઈન્સ્પેક્ટર વિરુદ્ધ FIR નોંધાઈ-
આ પછી મહિલાએ આ અંગે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી. પ્રથમ નજરે મહિલાના આક્ષેપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી આરોપી ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ACP દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એડીસીપી લખન સિંહ યાદવનું કહેવું છે કે મહિલાની ફરિયાદના આધારે ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે મહિલા તરફથી ઈન્સ્પેક્ટર વિરુદ્ધ એફઆઈઆર પણ લખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news