મેષ (અલઈ)
|
- વડીલ જાતકોએ આજે તબિયતની વિશેષ કાળજી લેવી.
- ધંધામાં અચાનક ફેરફાર જણાય છે.
- કાર્યક્ષેત્રે નિરસતા પણ જણાય છે.
- વળી, પિતાનું આરોગ્યમાં સ્હેજ નબળાઈ દેખાય છે માટે જાળવવું.
|
વૃષભ (બવઉ)
|
- આપનું કાર્ય પૂર્ણપણે સિદ્ધ થતું નથી જણાતું.
- આજે જ્યાં જાવ ત્યાં કંઈક કચાશ રહી જાય.
- થોડી હતાશા પણ સાંપડે
- આજે આપ સૂર્યદેવની ઉપાસના કરજો રાહત જણાશે.
|
મિથુન (કછઘ)
|
- આપે નેત્રપીડાથી સાચવવાનું રહેશે.
- સરકારી કાર્ય અટવઈ શકે છે.
- આજે નવ બોલ્યામાં નવ ગુણ છે. એટલે તે મિતભાષી બનજો. તકલીફ હળવી થશે.
|
કર્ક (ડહ)
|
- ભાગીદાર સાથે, જીવનસાથી સાથે અથવા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોએ આજે ખૂબ તકેદારી રાખવી.
- ક્રોધ ક્યાંક સીમા ન વટાવી દે તે જોજો.
- આજે ગુરુદેવની ઉપાસના કરજો. સારધાર ઊતરશો.
|
સિંહ (મટ)
|
- મિત્રો દ્વારા લાભ મળે તેવી શક્યતા છે.
- પણ યુવા જાતકોને ખાસ ચેતવણી કે મિત્રો સાથે ઉન્માદમાં ભાન ખોઈ ન બેસતા નહીંતર મુશ્કેલી ચોક્કસ વેઠવી પડશે. તેવું પણ રાશીમાં દેખાય છે.
- ખિસ્સામાં એક ચાંદીનો સિક્કો આજે રાખજો. સાનુકૂળતા રહેશે.
|
કન્યા (પઠણ)
|
- કાર્યની સફળતા મળતી દેખાય ચે.
- પણ હા, મોડે સુધી રાત્રે ઊંઘ ન આવે તેવું પણ બને.
- ઘરમાં રાત્રે કોઈપણ પ્રકારની ચર્ચા ટાળજો અને સંધ્યાકાળે દિપપ્રાગટ્ય કરો ત્યારે શક્ય હોય તો તે ત્રણ કલાક જેટલો દિપ પ્રગટેલો રહે તેવું પ્રાવધાન કરજો.
|
તુલા (રત)
|
- માતાનું આરોગ્ય જાળવજો.
- ઘરમાં સમારકામ કરાવતા હોવ તો આજે સ્હેજ વિરામ રાખજો. અથવા હળવાશથી કાર્ય કરજો.
- સ્થાનાંતરના યોગ પણ દેખાય છે.
- વડીલો સાથે ધાર્મિક પ્રવાસ પણ થઈ શકે છે.
|
વૃશ્ચિક (નય)
|
- બાંધકામક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા દેખાય છે.
- નવો ઓર્ડર મળે તેવી શક્યતા પણ છે.
- કર્મચારીઓ સાથે વાદ-વિવાદ ટાળવો.
- નાના-ભાઈ બહેનને આજે હેતથી મળજો સાનુકૂળતા થશે.
|
ધન (ભધફઢ)
|
- કાર્ય લંબાઈ જાય તેવું લાગે છે.
- કાર્ય રદબાતલ નહીં થાય પણ સમય લાગશે.
- ઘરમાં સુખશાંતિ જળવાશે.
- સંધ્યા સમયે મન શાંતિનો અનુભવ કરે.
|
મકર (ખજ)
|
- જીવન સાથે મિથ્યા વિવાદ ટાળજો.
- હમણાં આપનો સમય જોઈએ તેવો નથી ચાલી રહ્યો.
- કાંઈક ને કાંઈક તમને ઓછું જ પડે.
- સંતાન સાથે સંવાદ આજે વધુ કરજો. સાનુકૂળતા રહેશે.
|
કુંભ (ગશષસ)
|
- પ્રણયીજનોને ખાસ ચેતવણી કે સંબંધો ગૂચવાઈ શકે છે. જાળવજો. આજે મુલાકાત ટાળજો. અથવા જરૂર પૂરતી જ વાત કરજો.
- ધાર્મિક સ્થાનની મુલાકાત શક્ય બનશે.
- નોકરીના સંદર્ભમાં વાતચીત ચાલતી હોય તો આજે શક્યતા છે.
|
મિન (દચઝથ)
|
- સંતાન દ્વારા લાભ.
- આજે આપનું પૂર્વે કરેલું ઊગી નીકળી. ફળ મળે.
- પણ હા. ક્યાંક વિઘ્નનો સામનો પણ કરવો પડે. વિઘ્નનો ઉકેલ આવશે અને સફળતા પણ મળશે.
- આપ જો સરકાર સાથે સંકળાયેલા હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો આપને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે