રાશિફળ: આ રાશિના જાતકોએ આગામી બે દિવસોમાં રાખવો પડશે વિશેષ સંયમ, પ્રેમ વધુ ગાઢ બને

રાશિફળ: આ રાશિના જાતકોએ આગામી બે દિવસોમાં રાખવો પડશે વિશેષ સંયમ, પ્રેમ વધુ ગાઢ બને

પ્રશ્ન  પ્રતિભાનો વિકાસ કરવા માટે શું કરવું.

  1. બ્રાહ્મમુહૂર્તમાં ઘીનો દિવો પ્રગટાવી ધ્યાન કરવું.
  2. દર શનીવારે હનુમાનજીને ચઢાવેલું સિંદૂર લઈ તેનું કપાળમાં તિલક કરવું.
  3. રામરક્ષા સ્તોત્રનો પાઠ નિત્ય બ્રાહ્મમુહૂર્તે ધ્યાન કર્યા પછી અવશ્ય કરવો.
  4. બુધવારે ગાયને લીલો ઘાસચારો નીરવો.

તારીખ

4 સપ્ટેમ્બર, મંગળવાર (જન્માષ્ટમી)

માસ

શ્રાવણ વદ નોમ

નક્ષત્ર

મૃગશીર્ષ

યોગ

વજ્ર

ચંદ્ર રાશી

સૂર્યોદય સમયે વૃષભ (બવઉ) ત્યારબાદ સવારે 7.30 વાગે મિથુન (કછઘ)

  1. નંદમહોત્સવ
  2. ગોગાનોમ
  3. મંગળાગૌરી પૂજન
  4. મંગળવાર છે. ગણેશજીની પૂજા કરવી શુભ છે. ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા. રિદ્ધિ અને સિદ્ધિનું પૂજન કરી તેમને વસ્ત્રના દાન પણ કરવા.
  5. શુભ અને લાભનું પણ પૂજન કરવું.

મેષ (અલઈ)

  1. ધનની આવક થશે.
  2. ઈલેક્ટ્રોનીકના વ્યવસાયીકોને લાભ
  3. બાંધકામ-જમીન સાથે સંકળાયેલાને પણ લાભ

વૃષભ (બવઉ)

  1. સંબંધોમાં ખટાશ આવી શકે છે.
  2. એક્સીડન્ટથી સાચવવું
  3. ઘર-પરિવારના પ્રશ્નોમાં સમય વ્યતીત થાય

મિથુન (કછઘ)

  1. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય.
  2. કાર્યમાં વધુ મહેનત કરો.
  3. માર્કેટીંગ પાછળ વધુ ખર્ચ થાય

કર્ક (ડહ)

  1. સંતાન થોડું વધુ આવેશપૂર્ણ વર્તન કરે.
  2. નેત્રપીડાથી સાવધાન રહેવું.
  3. ભાષામાં સંયમ રાખવો. વાણીથી મુશ્કેલી સર્જાય.

સિંહ (મટ)

  1. પિતા તમારા માટે થોડી કડકાઈ કરી શકે છે
  2. માતા-પિતા સાથે વૈમનસ્ય સર્જાય
  3. કૌટુંબિક પ્રશ્નોનો સામનો કરવો પડે

કન્યા (પઠણ)

  1. સંતાનના મિત્રોના અનુસંધાનમાં ચર્ચા થાય
  2. દિવસના અંતે થોડી હળવાશ જણાય.
  3. સાંજે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થઈ શકે છે
  4. કુલ મળીને આનંદમય વાતાવરણ રચાય.

તુલા (રત)

  1. યુવામિત્રોમાં પ્રેમના યોગ ખીલ્યા છે.
  2. બપોર પછી સાનુકૂળતા રચાશે.
  3. આકસ્મિક ધનલાભ થઈ શકે છે.

વૃશ્ચિક (નય)

  1. નકારાત્મકતાથી દૂર રહેજો
  2. મનની પરેશાની આપને દુઃખી કરી શકે છે.
  3. મોડી સાંજે થોડી સાનુકૂળતા રચાઈ શકે છે.

ધન (ભધફઢ)

  1. સંબંધો વધુ ગાઢ બને. પ્રેમ વધુ ગાઢ બને.
  2. પણ, જીવનસાથી પ્રત્યે ઉદાસીનતા ન કેળવાય તે જોજો.
  3. સરકારી કર્મચારીઓને બઢતીની શક્યતા છે.
  4. આગામી બે દિવસોમાં વિશેષ સંયમ રાખવો પડશે.

મકર (ખજ)

  1. આપ હવે વધુ પ્રસન્ન ચિત્ત રહેશો.
  2. પરિવાર તરફથી સહકાર મળશે.
  3. સ્ત્રીજાતકોને પતિ અને પુત્ર બેઉ તરફી સુખ મળે

કુંભ (ગશષસ)

  1. માતા તરફથી ભાગ્યોદય થાય.
  2. વાહન ખરીદવાનો યોગ પણ છે.
  3. જમીન-મકાન ખરીદવી હોય તો સાનુકૂળતા રહે.

મીન (દચઝથ)

  1. યુવાનોએ મિત્રો સાથે હરવા ફરવામાં સાવચેત રહેવું
  2. સંતાનનું સ્થાનાંતર દેખાય છે.
  3. સરકારી નોકરી પ્રાપ્ત કરવાના યોગ નિર્માયા છે.

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news