રાશિફળ 5 ઓગસ્ટ: પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાતા આ રાશિના જાતકો માટે ખાસ ચેતવણી

રાશિફળ 5 ઓગસ્ટ: પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાતા આ રાશિના જાતકો માટે ખાસ ચેતવણી

રાશિ ભવિષ્ય 5 ઓગસ્ટ 2018

મેષ (અલઈ)

  • મનની શાંતિ જોખમાય
  • સંધ્યા સમયે આપને સારા સમાચાર મળે.
  • જે આપનો મૂડમાં લાવી દેશે.
  • પ્રેમી પાત્રો માટે આજનો દિવસ આનંદપૂર્ણ વીતે

વૃષભ (બવઉ)

  • કુટુંબ કલહના યોગ સર્જાયા છે, સાવચેત રહેજો
  • પત્નીની અચાનક બિમારીના સમાચાર મળે
  • સૂર્યદેવનું બળ આપને મળી રહેશે
  • તેમનો મંત્રજાપ કરજો સમય સાથ આપશે

મિથુન (કછઘ)

  • આરોગ્યને હાનિ જોઈ રહ્યો છું
  • પરિવારમાં આજે તણાવની સ્થિતિ પણ સર્જાઈ શકે
  • ગુરૂગ્રહ આજે આપની મદદે આવશે
  • આપને દુષ્પરિણામનો સામનો નહીં કરવો પડે

કર્ક (ડહ)

  • આજે પરિવારના વડીલ સાથે વાદવિવાદ ન કરવો
  • પૈસો આરોગ્ય પાછળ ખર્ચાઈ શકે છે
  • ઘરમાં ધાર્યા કરતા વધુ ખર્ચ પણ થાય
  • દિવસની પૂર્ણાહુતિ લાભ સાથે થશે

સિંહ (મટ)

  • પ્રેમસાગર ઘણો ઊંડો અગાધ છે
  • અહીં આવેશની સાથે સાથે શાણપણ પણ જોઈશે
  • ઘરમાં તકરાર ન થાય તેની સાવધાની રાખવી
  • આજે શુક્રદેવ આપની મદદે આવશે અને પરિસ્થિતિ થાળે પાડશે

કન્યા (પઠણ)

  • પ્રતિપક્ષ તરફથી સહકાર સારો મળે
  • પતિ-પત્ની આજે એક મનના રહી કાર્ય પાર પાડો
  • મુસાફરીની શક્યતા વર્તાય છે
  • આ મુસાફરી આનંદથી ભરપૂર હોઈ શકે છે

તુલા (રત)

  • ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય
  • ભાઈ-ભાંડુના કાર્યમાં વ્યસ્તતા રહે
  • દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલા સૌને લાભ

વૃશ્ચિક (નય)

  • ધન લાભ થશે
  • સ્થાનાંતરની શક્યતા પૂર્ણ ઘડાઈ ચૂકી છે
  • યુવામિત્રો આપ પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાવ છો પણ ચેતવું આવશ્યક છે
  • જો પરણિત હોવ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે

ધન (ભધફઢ)

  • જીવનસાથીની બિમારીથી સાચવવું
  • જનનાંગોની બિમારીથી વિશેષ સાચવવું
  • વેપારી મિત્રોને નિરસતા રહે
  • નોકરી કરતા જાતકોને સાનુકૂળતા રહે

મકર (ખજ)

  • લગ્નવાંછુ યુવક-યુવતીઓ માટે સાનુકૂળતા
  • ભાગીદારી પેઢી માટે લાભપ્રદ દિવસ
  • જીવનસાથી દ્વારા સહકાર
  • આરોગ્ય જાળવજો

કુંભ (ગશષસ)

  • નોકરીના સ્થાનમાં કોઈ ઉગ્ર વિવાદ ન થાય તે જોવુ
  • જો બઢતીની વાતો ચર્ચાતી હોય તો આજે જોર પકડે
  • સંધ્યા સમયે વિશેષ સાવધાની રાખવી પડશે
  • આજે સૂર્યદેવ તમારી મદદે આવશે તેમનો મંત્રજાપ કરજો

મીન (દચઝથ)

  • આજે ભાગ્યનો સાથ મળશે
  • દિવસ દરમિયાન કોઈ ફરિયાદ નહીં હોય
  • આપ હૃદયમાં જાત જાતના સમીકરણો ગોઠવશો
  • પણ, આજનો દિવસ સરળતાથી પસાર થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news