નીતિન ગડકરીએ અનામત અને રોજગારી પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે માની  લો કે અનામત આપવામાં આવે. પરંતુ નોકરીઓ નથી. કારણ કે બેંકમાં આઈટીના કારણે નોકરીઓ ઓછી થઈ છે. સરકારી ભરતી અટકાયેલી છે. નોકરીઓ છે ક્યાં?

નીતિન ગડકરીએ અનામત અને રોજગારી પર આપ્યું અત્યંત મહત્વનું નિવેદન

ઔરંગાબાદ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે અનામત રોજગાર આપવાની કોઈ ગેરંટી નથી કારણ કે નોકરીઓ ઓછી થઈ રહી છે. ગડકરીએ કહ્યું કે એક 'સોચ' છે જે ઈચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે. નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં અનામત માટે મરાઠાઓના વર્તમાન આંદોલન અને અન્ય સમુદાયો દ્વારા આ પ્રકારની માગણીઓથી જોડાયેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતાં. 

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે માની  લો કે અનામત આપવામાં આવે. પરંતુ નોકરીઓ નથી. કારણ કે બેંકમાં આઈટીના કારણે નોકરીઓ ઓછી થઈ છે. સરકારી ભરતી અટકાયેલી છે. નોકરીઓ છે ક્યાં?

એક 'સોચ' અંગે જણાવ્યું
તેમણે કહ્યું કે 'એક સોચ કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઈ જાતિ, પંથ કે ભાષા હોતી નથી. તેનો કોઈ પણ  ધર્મ હોય, મુસ્લિમ, હિંદુ કે મરાઠા (જાતિ), તમામ સમુદાયોમાં એક ધડો એવો છે જેની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ભોજન નથી'. તેમણે કહ્યું કે 'એક સોચ એ કહે છે કે આપણે દરેક સમુદાયના અત્યંત ગરીબ લોકો ઉપર પણ વિચાર કરવો જોઈએ.' 

બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
બોમ્બે હાઈકોર્ટ મરાઠા અનામતના મુદ્દા પરની અરજીઓ પર સુનાવણી 14 ઓગસ્ટની જગ્યાએ 7 ઓગસ્ટે કરવા માટે રાજી થઈ ગઈ. વર્ષ 2014 અને 2015માં આ અંગે અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અગાઉ તત્કાલિન કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારે મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ તથા શિક્ષામાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી હતી. કેટલીક અરજીઓમાં આ ફેસલાનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે બે અરજીઓમાં તેને તત્કાળ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news